Ambalal Patel Agahi : કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી [Humid Weather] ત્રસ્ત ગુજરાતની જનતા ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહી છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત [Weather Expert] અંબાલાલ પટેલે પ્રી-મોન્સૂન એક્ટિવિટી [Pre Monsoon Activity] અને ચોમાસાના આગમનને લઈને મોટી અને રાહતરૂપ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 4 જૂન સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની પૂરી શક્યતા છે.
Ambalal Patel Agahi : રોહિણી નક્ષત્ર ઉતરતા જ જામશે વરસાદી માહોલ
અંબાલાલ પટેલના [Ambalal Patel] મતે અરબ સાગરમાં [Arabian Sea] સક્રિય થયેલ સાયક્લોનિક સિસ્ટમ [Cyclonic System] ચોમાસાને આગળ વધતા રોકી રહી છે, જેના કારણે કેરળમાં ચોમાસું થોડું મોડું બેસી શકે છે. જોકે, ગુજરાતમાં આવતીકાલ 30 મેથી 4 જૂન સુધી પ્રી-મોન્સૂનની અસર હેઠળ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને રોહિણી નક્ષત્ર ઉતરતાં એટલે કે 8 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના [North Gujarat] સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના [Saurashtra] ભાગોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.આ સમયગાળામાં અમુક વિસ્તારોમાં 50 મિલીમીટર (લગભગ 2 થી 2.5 ઈંચ) જેટલો તોફાની વરસાદ પડી શકે છે. 8 જૂન બાદ મૃગશીર્ષ નક્ષત્રમાં પણ સારો વરસાદ રહેશે, જેનાથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે.
નોંધનીય છે કે અંબાલાલ પટેલની આ રાહતરૂપ આગાહી બાદ રાજ્યના ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના [Pre Monsoon Activity] કારણે વરસાદ પડવાની શક્યતાઓને જોતા ખેડૂતોએ ખરીફ પાકની [Kharif Crops] વાવણી માટે ખેતર ખેડવાની અને બિયારણની ખરીદીની તૈયારીઓ તેજ કરી દીધી છે. જો રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ નોંધાય, તો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકોને સૌથી મોટો ફાયદો થશે. બીજી તરફ, સ્થાનિક તંત્ર પણ ચોમાસા પહેલાની પ્રી-મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે એક્શન મોડમાં [Action Mode] આવી ગયું છે, જેથી ભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કોઈ મોટી સમસ્યા ન સર્જાય.
આ પણ વાંચો: આણંદમાં બોટાદના DySP ની કારે 5 લોકોને કચડ્યા, 2 ના ઘટનાસ્થળે મોત

