અમેઠી પંચાયત મતદાર યાદીમાંથી સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ!

Smriti Irani Voter List

Smriti Irani Voter List ઉત્તર પ્રદેશના વીઆઈપી (VIP) રાજકીય ક્ષેત્ર ગણાતા અમેઠીમાંથી એક અત્યંત ચોંકાવનારા અને વિવાદાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) નું નામ અમેઠીની સ્થાનિક પંચાયત મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. આ ગંભીર બેદરકારી સામે આવતા જ સ્થાનિક ભાજપ સંગઠનમાં ભારે દોડધામ મચી ગઈ છે. ભાજપ દ્વારા તાત્કાલિક આ મામલે લેખિત અરજી દાખલ કરવામાં આવ્યા બાદ અમેઠીના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) એ તાત્કાલિક અસરથી સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે.

Smriti Irani Voter List : અમેઠીમાં ઘર બનાવ્યા બાદ પણ વોટર લિસ્ટમાંથી નામ ગાયબ 

 અહેવાલ મુજબ, સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં જ અમેઠીના ગૌરીગંજ વિસ્તારના મેદન માવઈ ગામમાં પોતાનું કાયમી ઘર બનાવ્યું હતું અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાનું નામ અમેઠીની મતદાર યાદીમાં નોંધાવ્યું હતું. જો કે, આગામી પંચાયત ચૂંટણીઓ પહેલા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી તેમનું નામ ગાયબ જોવા મળ્યું હતું.

આ મોટો લોચો ધ્યાને આવતા જ અમેઠી ભાજપના નેતાઓએ જિલ્લા ચૂંટણી અધિકારી અને ડીએમ સમક્ષ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરીને સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. એક હાઈ-પ્રોફાઈલ નેતા અને પૂર્વ સાંસદનું નામ મતદાર યાદીમાંથી કઈ રીતે છૂટી ગયું, તે વહીવટી તંત્રની કાર્યશૈલી પર મોટા સવાલો ઉભા કરે છે.

અમેઠી ડીએમ એક્શન મોડમાં

ભાજપની સત્તાવાર અરજી મળતા જ અમેઠીના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) તાત્કાલિક હરકતમાં આવ્યા છે. તેમણે સંબંધિત વિસ્તારના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM), બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) અને મતદાર યાદી તૈયાર કરનારા સ્થાનિક બીએલઓ (BLO) પાસે તાત્કાલિક ખુલાસો માંગ્યો છે.

ડીએમએ આદેશ આપ્યો છે કે આ ટેકનિકલ ખામી છે કે કોઈ સ્તર પર થયેલી ભયંકર માનવીય ભૂલ, તેની વિગતવાર તપાસ કરીને ૨૪ કલાકમાં રિપોર્ટ સોંપવામાં આવે. જો આમાં કોઈ સરકારી કર્મચારીની લાપરવાહી કે ઈરાદાપૂર્વકની ગેરરીતિ સામે આવશે, તો તેમની સામે સખત ખાતાકીય અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ સ્મૃતિ ઈરાનીનું નામ મતદાર યાદીમાં તાત્કાલિક સુધારો કરીને ફરીથી જોડવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: બંગાળમાં પૂર્વ CM મમતા બેનર્જી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *