ફ્લાઇટમાં પુત્રવધુની બોલિંગ પર આઉટ થયા સચિન તેંડુલકર, દીકરી સારાએ કર્યો કેચ!,જુઓ વીડિયો

Sachin Tendulkar Flight Video

Sachin Tendulkar Flight Video : ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને વર્ષો વીતી ગયા હોવા છતાં, ‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના દિલમાંથી ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થઈ શકે તેમ નથી. સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરનો એક અત્યંત રોમાંચક અને ક્યૂટ વીડિયો વાયરલ થયો છે, જેમાં તે જમીન પર નહીં પરંતુ હજારો ફૂટની ઊંચાઈએ હવામાં ઉડતી ફ્લાઇટની અંદર પોતાના પરિવાર સાથે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને સચિને પોતે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Sachin Tendulkar Flight Video : સાનિયાની બોલિંગ અને સારાની ફીલ્ડિંગ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન તેંડુલકર આરામદાયક બ્રાઉન શર્ટ અને સનગ્લાસ પહેરીને પ્લેનની કેબિનમાં બેટિંગ ક્રિઝ પર ઊભા છે. તેમની સામે નાની લાલ રંગની સોફ્ટ ટેનિસ બોલથી બોલિંગ કરી રહી છે તેમની પુત્રવધૂ એટલે કે અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા ચંડોક (Saaniya Chandhok). જ્યારે બીજી તરફ તેમની દીકરી સારા તેંડુલકર (Sara Tendulkar) સોફા પર બેસીને ફીલ્ડર અને અમ્પાયરની ભૂમિકા ભજવી રહી છે.

સચિન તેંડુલકરે આ વીડિયો શેર કરતા એક જોરદાર અને હૃદયસ્પર્શી કેપ્શન આપ્યું છે: “Altitude jo bhi ho, attitude change nahi hona chahiye” (ઊંચાઈ ભલે ગમે તેટલી હોય, પણ એટીટ્યુડ બદલાવો ન જોઈએ). આ મેસેજ દર્શાવે છે કે સચિન માટે ક્રિકેટ માત્ર રમત નથી, પણ એક જીવંત ભાવના છે.

“મને આઉટ નહીં કરી શકો” – સચિને ઉલ્ટા બેટથી રમીને આપ્યો ચેલેન્જ 

વીડિયોની અંદર સચિન અને તેની પુત્રી સારા વચ્ચેની ક્યૂટ કેમિસ્ટ્રી જોવા જેવી છે. સાનિયાના એક બોલ પર સચિન શોટ મારે છે ત્યારે સારા મજાકમાં આઉટની અપીલ કરે છે. તેના પર માસ્ટર બ્લાસ્ટર હસીને કહે છે, “તુ મને ક્યારેય આઉટ નહીં કરી શકે, તારામાં મને આઉટ કરવાની તાકાત નથી.” પોતાની દીકરીને વધારે ચેલેન્જ આપવા માટે સચિન પોતાનું બેટ આખું ઉલ્ટું કરી નાખે છે અને હેન્ડલ (હથ્થા) થી બેટિંગ કરવા તૈયાર થાય છે. તે હસતા હસતા કહે છે, “જો હું આ રીતે (ઉલ્ટા બેટે) બેટિંગ કરું, તો જ મને આઉટ કરવાની થોડી ઘણી સંભાવના (Remote Possibility) બચે છે.” આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસી પડે છે. તેના પછીના જ બોલ પર સચિન હવામાં શોટ મારે છે અને પહેલા એક કેચ ડ્રોપ કર્યા પછી, સારા તેંડુલકર શાનદાર કેચ પકડી લે છે અને જોરથી ‘યેયયય!’ કહીને સચિનના આઉટ થવાની ખુશી મનાવે છે.

આ પણ વાંચો:  ન્યુઝીલેન્ડના મહાન બેટ્સમેન કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *