Kane Williamson Retirement : વિશ્વ ક્રિકેટના સૌથી ક્લાસિક અને ભદ્ર પુરુષ ગણાતા ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિ જાહેર કરીને કરોડો ચાહકોને ચોંકાવી દીધા છે. નવભારત ટાઈમ્સ અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ મીડિયાના અહેવાલો અનુસાર, વિલિયમસને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને પોતાના આ આખરી નિર્ણય અંગે સત્તાવાર જાણ કરી દીધી છે. આ જાહેરાત સાથે જ આધુનિક ક્રિકેટના સુવર્ણ ચોગ્ગા એટલે કે ‘ફેબ-ફોર’ (વિરાટ કોહલી, જો રૂટ, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન) માંથી એક મહાન યુગનો અંત આવ્યો છે.
Kane Williamson Retirement : ન્યુઝીલેન્ડ ક્રિકેટના ‘મિસ્ટર કૂલે’ ત્રણેય ફો ર્મેટમાંથી લીધી નિવૃતિ
પોતાની નમ્રતા, અદભુત ટેકનિક અને શાનદાર કેપ્ટનશીપ માટે જાણીતા કેન વિલિયમસને જણાવ્યું છે કે, “ન્યુઝીલેન્ડ માટે બ્લેકકેપ્સ (BlackCaps) ની જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા જીવનનું સૌથી મોટું ગૌરવ રહ્યું છે. પરંતુ, હવે મારી કરિયરના એવા વળાંક પર હું પહોંચી ગયો છું જ્યાં મારે આગામી પેઢી માટે રસ્તો ખુલ્લો કરવો જોઈએ.”
વિલિયમસને સ્પષ્ટ કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20) માંથી નિવૃત્તિ લઈ રહ્યો છે, જોકે તે વિશ્વભરની વિવિધ ટી20 લીગ (T20 Leagues) અને આઈપીએલ (IPL) માં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખી શકે છે. તેમની આ નિવૃત્તિથી ન્યુઝીલેન્ડના મિડલ ઓર્ડરમાં એક બહુ મોટી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
કેન વિલિયમસન – આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીના આંકડા
| ફોર્મેટ | મેચ | કુલ રન | સર્વોચ્ચ સ્કોર | સદી (100) | અડધી સદી (50) |
|---|---|---|---|---|---|
| ટેસ્ટ (Test) | 102 | 8,872 | 251 | 32 | 34 |
| વનડે (ODI) | 165 | 6,811 | 148 | 13 | 45 |
| ટી20 (T20I) | 93 | 2,570 | 95 | 0 | 18 |
કેન વિલિયમસન માત્ર એક મહાન બેટ્સમેન જ નહીં, પરંતુ કીવી ક્રિકેટના ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. તેમના જ નેતૃત્વ હેઠળ ન્યુઝીલેન્ડે વર્ષ 2021 માં ભારતને હરાવીને ઇતિહાસની સર્વપ્રથમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત, વર્ષ 2019 ના વનડે વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે નસીબના જોરે હારવા છતાં તેમની શાંત અને સ્માઇલિંગ પ્રતિક્રિયાએ આખી દુનિયાના ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને પોતાની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચાડવામાં અને ત્યારબાદ ગુજરાત ટાઇટન્સ (GT) ના મજબૂત આધાર સ્તંભ તરીકે પણ તેમનું યોગદાન અદ્ભુત રહ્યું છે. વિલિયમસનની નિવૃત્તિના સમાચાર વહેતા થતાં જ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નર સહિતના દિગ્ગજ ક્રિકેટરોએ તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026’ નો ભવ્ય પ્રારંભ

