વડોદરાના ડભોઇમાં પાવર ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત

Vadodara Power Tower Collapse

Vadodara Power Tower Collapse : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહેલી 765 KV હાઈ-ટેન્શન લાઈનની કામગીરી દરમિયાન એક મસમોટો વીજટાવર (Power Tower) અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં ટાવર પર ચઢીને કામ કરી રહેલા પશ્ચિમ બંગાળના ૩ ગરીબ શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૪ કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સ્થાનીય પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Vadodara Power Tower Collapse : વાયરો નાખતી વખતે અચાનક ઝૂકી ગયો મસમોટો ટાવર 

મળતી માહિતી મુજબ, દક્ષિણ વડોદરાથી સુરતના ઓલપાડ સુધી હાઈ-ટેન્શન વીજલાઈન પહોંચાડવાના પ્રોજેક્ટ અંતર્ગત કેબલ નાખવાની પ્રક્રિયા ચાલી રહી હતી. રોજિંદી કામગીરી મુજબ પશ્ચિમ બંગાળના ગોડાગ ગામથી રોજીરોટી કમાવવા આવેલા શ્રમિકો જમીનથી સેંકડો ફૂટ ઊંચાઈ પર ટાવર પર ચઢીને વાયરો ખેંચી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ટાવરનો પાયો હલી ગયો હતો અને સંતુલન બગડતા આખો વીજપોલ જમીનદોસ્ત થઈ ગયો હતો.

પોલ પડતાંની સાથે જ કેટલાક શ્રમિકો હાઈ-વોલ્ટેજ વીજ પ્રવાહની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત શ્રમિક રાજેન્દ્ર હેમબરામનું વડોદરાની સયાજી (SSG) હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક ૩ એ પહોંચ્યો છે.

પોલીસે ગુનો નોંધીને કંપની સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા 

આ ભયાનક અકસ્માત બાદ ડભોઈ પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદાકીય તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનીય લોકો અને શ્રમિક સંગઠનો દ્વારા કંપની પર સુરક્ષાના પૂરતા સાધનો વગર બેદરકારીપૂર્વક કામ કરાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા કડક આકરા પગલાં લેવાની ખાતરી અપાઈ છે.

આ પણ વાંચો:  વડોદરાના સાવલી ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીએ કર્યો આપઘાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *