Anand News: પેટલાદના પાળજ જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી, LCB PI સસ્પેન્ડ

Anand LCB PI Suspended

Anand LCB PI Suspended : આણંદ પોલીસ બેડામાંથી ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પેટલાદ તાલુકાના પાળજ ગામના અબજો રૂપિયાના જમીન કૌભાંડમાં સંડોવણી ખુલતાં રેન્જ આઈજી દ્વારા આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) બી. એમ. માળીને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Anand LCB PI Suspended : શું છે સમગ્ર જમીન કૌભાંડ?

મળતી વિગતો અનુસાર, પેટલાદના પાળજ ગામની કિંમતી જમીન પચાવી પાડવા માટે એક મોટું કારસું રચવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના બે ભાઈઓના નામ બોગસ વારસાઈના આધારે સરકારી દસ્તાવેજોમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કૌભાંડની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, સરકારી ચોપડે કૌભાંડીઓએ 50 વર્ષની ઉંમર ધરાવતા બે ભાઈઓને માત્ર 22 વર્ષના દર્શાવી દીધા હતા! આ બોગસ વારસાઈ ઊભી કરવાનો મુખ્ય હેતુ ખોટા ખેડૂત બનીને ગાગડ ગામની કિંમતી જમીન ખરીદવાનો હતો.

PI પોતે જ ફરિયાદી બન્યા અને ભેરવાયા

આ સમગ્ર કૌભાંડને છુપાવવા અથવા મામલાને પોતાના પક્ષમાં લેવા માટે LCB PI બી. એમ. માળીએ પોતે જ ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જો કે, આ ગંભીર મામલો રેન્જ આઈજી સુધી પહોંચતા જ સમગ્ર ખેલ ખુલ્લો પડી ગયો હતો અને PI ની સંડોવણી છતી થઈ ગઈ હતી. આ હાઈપ્રોફાઈલ જમીન કૌભાંડમાં પેટલાદ પોલીસ સ્ટેશનમાં એડવોકેટ સહિત અન્ય 9 જેટલા વ્યક્તિઓ સામે કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉચ્ચ સ્તરે તપાસ શરૂ, આરોપીઓ ભૂગર્ભમાં

આણંદ પોલીસ બેડામાં ભ્રષ્ટાચારના આ મોટા મામલાથી ભારે ચકચાર મચી ગઈ છે. રેન્જ આઈજીના કડક વલણ બાદ હવે આ જમીન કૌભાંડની તપાસ ઉચ્ચ સ્તરે સોંપવામાં આવી છે. કૌભાંડમાં સંડોવાયેલા એડવોકેટ અને અન્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં આ રેકેટમાં અન્ય કેટલાક મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 6 લોકો ઇજાગ્રસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *