ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી લોન્ચ કરી દેશની પ્રથમ ‘Bharat Taxi’ સેવા

Amit Shah Bharat Taxi Launch

Amit Shah Bharat Taxi Launch : સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને વધુ એક વખત સાર્થક કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક ઐતિહાસિક પહેલની શરૂઆત કરી છે. દેશની પ્રથમ સરકાર અને સહકાર આધારિત ડ્રાઇવર-માલિકીની રાઇડ હેલિંગ સેવા ‘Bharat Taxi’ નું કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ગરિમામય પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક ઉચ્ચ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Amit Shah Bharat Taxi Launch : ટેક્સી ક્ષેત્રે એક નવી ક્રાંતિ: અમિત શાહ

કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘ભારત ટેક્સી’ એ દેશના ઇતિહાસમાં એક મોટી ક્રાંતિ સાબિત થશે. ભારતના ઝડપી વિકાસની સાથે આજે ટેક્સીની જરૂરિયાત પણ સતત વધી રહી છે. સામાન્ય રીતે ટેક્સી શબ્દ સાંભળતા જ લોકોના મગજમાં માત્ર ફોર-વ્હીલર ગાડીઓ જ યાદ આવે છે, પરંતુ હવે ટુ-વ્હીલર વાહનો અને ગુજરાતના વાહન વ્યવહારનો પ્રાણ ગણાતી ઓટો રિક્ષાઓ પણ આ ટેક્સી સેવાનો એક મહત્વનો ભાગ બની ગઈ છે.

 આ સેવાનો વિચાર કેવી રીતે આવ્યો?

અમિત શાહે ખાનગી કંપનીઓની મનમાની પર પ્રહાર કરતા જણાવ્યું કે, ટેક્સી ક્ષેત્રે અત્યાર સુધી કાર્યરત મોટી ખાનગી કંપનીઓએ પોતાની ઓનલાઈન એપ બનાવીને ગરીબ ડ્રાઇવરોનું મોટા પાયે આર્થિક શોષણ કર્યું છે. આ કંપનીઓની જોહુકમી અને ડ્રાઇવરોના શોષણ અંગેની અસંખ્ય ફરિયાદો સતત સરકાર સુધી પહોંચી રહી હતી. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ તરીકે સરકારને વિચાર આવ્યો કે સહકારના માધ્યમથી એક એવી ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવે જે ડ્રાઇવરોને આ શોષણમાંથી મુક્તિ અપાવે. આ વિચારના પરિણામે જ ‘ભારત ટેક્સી’ (સહકાર ટેક્સી) નું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે, જે ખાનગી કંપનીઓની દાદાગીરી અને મોનોપોલીનો કાયમી અંત લાવશે.

ડ્રાઇવર નહીં, આદરપૂર્વક ‘સારથી’ ગણાશે

ખાનગી ઓનલાઇન કંપનીઓ વાહન ચાલકોને માત્ર એક સામાન્ય ડ્રાઇવર તરીકે જુએ છે અને પોતાનો નફો કમાય છે, જ્યારે સહકાર વિભાગ આ સેવા અંતર્ગત વાહન ચાલકોને આદરપૂર્વક ‘સારથી’ ગણીને સન્માન આપશે. આ દેશના ઇતિહાસમાં એક અભૂતોપૂર્વ બદલાવ છે, જે ‘મૂડી નહીં પણ માનવી’ના કલ્યાણના સિદ્ધાંત પર કામ કરીને ગરીબ અને મધ્યમવર્ગના વાહનચાલકોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનું કામ કરશે. તેમાં ટુ-વ્હીલર, રિક્ષા અને ફોર-વ્હીલર તમામનો સમાવેશ કરાયો છે.

અમિત શાહે આપી મોટી ગેરંટી

દેશભરના વાહનચાલકો અને ગ્રાહકો સમક્ષ આ પ્લેટફોર્મની વિશ્વસનીયતા મૂકતા તેમણે ગર્વભેર જણાવ્યું કે, આ સેવા કોઈ ખાનગી કંપનીના નફા માટે નહીં પરંતુ સહકારી મોડલ પર સામાન્ય માણસના કલ્યાણ માટે બનાવવામાં આવી છે. આથી જ, ખાનગી ઓનલાઇન કંપનીઓની દાદાગીરી સામે ગરીબ અને મધ્યમવર્ગના રિક્ષા તેમજ ટેક્સી ચાલકોને રક્ષણ આપવાની ખાતરી આપતા તેમણે મંચ પરથી જાહેરમાં મક્કમતાપૂર્વક ગેરંટી આપતા કહ્યું કે, “હું ગેરંટી આપું છું કે Bharat Taxi ક્યારેય (ડ્રાઇવરોનું) શોષણ નહીં કરે.”

આ પણ વાંચો: મહાકૌભાંડ: રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન વખતે અધિકારીઓ 46 લાખ રૂપિયાનો નાસ્તો ઝાપટી ગયા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *