PoJK માં ત્રાહિમામ પોકારતી જનતા: પાયાની સુવિધાઓ માટે પાકિસ્તાન સરકાર સામે આર-પારની લડાઈ!

Public Uprising in PoJK

Public Uprising in PoJK : પાકિસ્તાનના કબ્જા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK) માં પાકિસ્તાન સરકારની દમનકારી નીતિઓ અને અત્યાચાર સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વિસ્તારમાં નાગરિક અધિકાર કાર્યકર્તાઓની મોટા પાયે ધરપકડ આવ્યા બાદ હવે પરિસ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. સ્થાનિક સંગઠનોના મતે, અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ કાર્યકર્તાઓને પાકિસ્તાની સુરક્ષા દળોએ કસ્ટડીમાં લીધા છે, જેના વિરોધમાં અનેક વિસ્તારોમાં જનઆંદોલન શરૂ થઈ ગયું છે.

Public Uprising in PoJK : શૌકત નવાઝ મીરની ધરપકડ અને આક્રોશ

‘યુનાઈટેડ અવામી એક્શન કમિટી’ (JAAC) ના પ્રમુખ નેતા શૌકત નવાઝ મીરની ધરપકડ બાદ આ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર #ReleaseShoukatNawazMir અભિયાન શરૂ કર્યું છે. આ ધરપકડને જનતા દબાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

પાયાની સુવિધાઓનો અભાવ અને લાચારી

JAAC ના નેતા સરદાર અમન ખાને આક્ષેપ કર્યો છે કે, PoJK ના નાગરિકો પીવાના પાણી, પૂરતી વીજળી, દવાઓ અને રાશન જેવી પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. પ્રશાસન આ સમસ્યાઓનું નિરાકરણ લાવવાને બદલે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવનાર કાર્યકર્તાઓને બંદૂકના જોરે દબાવી રહ્યું છે.

૫ લાખ લોકોનું મહા-આંદોલન અને ચેતવણી

સરદાર અમન ખાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આ શાંતિપૂર્ણ આંદોલનનો જવાબ સરકાર બળપ્રયોગથી આપશે, તો સ્થાનિક લોકો પોતાના હકોની રક્ષા માટે આગળની કડક રણનીતિ અપનાવવા મજબૂર થશે. જેએએસી (JAAC) એ રવિવારે એક વિશાળ શાંતિપૂર્ણ પ્રદર્શનનું એલાન કર્યું છે. આ આંદોલનમાં PoJK ના ૧૦ જિલ્લાઓમાંથી લગભગ ૫ લાખ લોકો એકઠા થવાની સંભાવના છે. તમામ પ્રદર્શનકારીઓને હાથમાં સફેદ ઝંડા લઈને શાંતિપૂર્વક વિરોધ નોંધાવવાની અપીલ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય સમર્થનની માંગ

પાકિસ્તાની શાસન દ્વારા કરવામાં આવતા દમનને કારણે PoJK ની જનતા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવી રહી છે. સંગઠને જમ્મુ-કાશ્મીરના અન્ય ક્ષેત્રોના લોકો પાસેથી પણ નૈતિક ટેકાની માંગ કરી છે. PoJK ની આ બદલાતી સ્થિતિ પાકિસ્તાન સરકાર માટે મોટા રાજકીય સંકટ સમાન માનવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને આગામી કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.

આ પણ વાંચો: અલી ખામેનીની અંતિમ વિદાય દરમિયાન ઈરાન કેમ ખોદી રહ્યું છે હજારો કબર? જાણો શું છે તૈયારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *