BSNL Satellite Phone Price : નવી દિલ્હી: સરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં એક નવો સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો છે. આ ફોન સામાન્ય મોબાઈલ ફોન કરતાં તદ્દન અલગ છે અને ખાસ કરીને એવા વિસ્તારો માટે બનાવવામાં આવ્યો છે જ્યાં સામાન્ય નેટવર્ક પહોંચી શકતું નથી. જોકે, આ ફોનનો ઉપયોગ કરવો સામાન્ય જનતા માટે એટલો સરળ નથી.
BSNL Satellite Phone Price : શું છે સેટેલાઇટ ફોનની વિશેષતા?
સેટેલાઇટ ફોન દ્વારા તમે ગમે તેવા દુર્ગમ વિસ્તારોમાં પણ નેટવર્ક સાથે જોડાઈ શકો છો. જ્યાં મોબાઈલ ટાવર નથી હોતા ત્યાં પણ આ ફોન દ્વારા વોઈસ કોલ કરી શકાય છે અને ઈમરજન્સીમાં મદદ મેળવી શકાય છે.
When conventional mobile networks can’t reach, the BSNL Satellite Phone keeps you connected.
Designed for challenging environments, making it an ideal solution for Defence, Maritime, Disaster Response, Mining, Remote Operations and Adventure Travel.
Why Choose BSNL Satellite… pic.twitter.com/YQpeXwjrb6
— BSNL India (@BSNLCorporate) July 8, 2026
-
ઉપયોગ: તે ડિફેન્સ (રક્ષા), દરિયાઈ કામકાજ, આપત્તિ વ્યવસ્થાપન, માઈનિંગ, દૂર-દરાજ વિસ્તારમાં કામ કરતા લોકો, તીર્થયાત્રીઓ અને એડવેન્ચર ટ્રાવેલર્સ માટે અત્યંત ઉપયોગી છે.
-
ખાસિયત: આ ફોન અત્યંત મજબૂત અને ટકાઉ છે અને તેની બેટરી લાઈફ પણ ઘણી લાંબી છે.
કિંમત અને ખરીદી
BSNL ના આ સેટેલાઇટ ફોનની કિંમત ૧,૩૪,૧૬૬ રૂપિયા (ટેક્સ સહિત) રાખવામાં આવી છે. કિંમતની દૃષ્ટિએ જોઈએ તો, આ ફોન Apple અને Samsung ના લેટેસ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન કરતા પણ મોંઘો છે.
-
ક્યાંથી મેળવવો: વધુ માહિતી માટે તમે તમારા નજીકની BSNL ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા ૯૭૬૮૮૬૬૬૫૨ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.
મહત્વની સૂચના: દરેક વ્યક્તિ વાપરી શકશે નહીં
સૌથી મહત્વની વાત એ છે કે, સામાન્ય જનતા આ ફોનનો ઉપયોગ પોતાની મરજીથી કરી શકતી નથી. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ના નિયમો મુજબ, આ ફોનનો ઉપયોગ કરવા માટે અગાઉથી પરવાનગી લેવી ફરજિયાત છે. પરવાનગી વિના આ ફોનનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.
આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરમાં ચડાવા ચોરીનો મામલો: આરોપીઓ દ્વારા નકલી રસીદ બનાવી ફંડ ઉઘરાવતા હોવાનો મોટો ખુલાસો!

