Ahmedabad Heavy Rain Update અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા આ મુસળધાર વરસાદને કારણે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત મહેસાણા, અરવલ્લી, રાજકોટ અને ખેડા સહિતના જિલ્લાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.
Ahmedabad Heavy Rain Update : અમદાવાદમાં અંડરપાસ બંધ કરાયો
અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં સવારના સમયે જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ જવાથી અંધારપટ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. અંદાજે સવારે 7:40 વાગ્યાની આસપાસ શરૂ થયેલા આ વરસાદના કારણે માત્ર અડધા કલાકમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
નગરના વેજલપુર, જોધપુર, ઇસ્કોન, શીલજ, હાટકેશ્વર, એસપી રિંગ રોડ, જગતપુર, નારોલ, નરોડા અને નિકોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપ તંત્ર દ્વારા અખબાર નગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે, તેમજ એસજી હાઇવે પર પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગની ચેતવણી અનુસાર, ગુજરાતના અરવલ્લી, મહિસાગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા આ મુસળધાર વરસાદને કારણે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત મહેસાણા, અરવલ્લી, રાજકોટ અને ખેડા સહિતના જિલ્લાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.

