iPhone 18 Pro અને Pro Max નું વેચાણ શરૂ, એપલ સ્ટોર બહાર લાંબી લાઈનો

iPhone 18 Pro Sale

 iPhone 18 Pro Sale એપલના લેટેસ્ટ મોડલ iPhone 18 Pro અને iPhone 18 Pro Max નું શુક્રવારે સત્તાવાર વેચાણ શરૂ થઈ ગયું છે, જેને ખરીદવા માટે દેશભરના યુવાનોમાં ભારે ઉત્સાહ અને ઘસારો જોવા મળી રહ્યો છે. નવો ફોન ખરીદવાની ઘેલછા એવી છે કે યુવાનોએ ગુરુવારની રાતથી જ એપલ સ્ટોરની બહાર લાઈનો લગાવી દીધી હતી. દેશના મહાનગરો જેવા કે મુંબઈ, નોઈડા અને રાજધાની દિલ્હીમાં એપલ સ્ટોર્સ બહાર યુવાનોની લાંબી કતારો જોવા મળી હતી.

</

p>

 iPhone 18 Pro Sale : સવારના 8 વાગ્યાથી શરૂ થયું સેલિંગ

ભારતમાં આઈફોન 18 સિરીઝનું વેચાણ શરૂ થતાં જ એપલ સ્ટોર્સ ખુલતાની સાથે જ ગ્રાહકો દોડી આવ્યા હતા. સવારે 8 વાગ્યે સેલિંગ શરૂ થવાનું હતું, તે પહેલાં જ લોકો વહેલી સવારે સ્ટોર પર પહોંચી ગયા હતા. એપલ સ્ટોરના સ્ટાફ અને મેનેજર્સે ઉત્સાહિત યુવાનોનું તાલીઓ વગાડીને ભવ્ય સ્વાગત કર્યું હતું.

દિલ્હીના સિલેક્ટ સિટી વૉક મોલ સ્થિત એપલ સ્ટોર પર યુવાનોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવો ફોન ખરીદવા આવેલા એક યુવાને ઉત્સાહ સાથે જણાવ્યું કે, “આ માત્ર કોઈ ફોન નથી, પણ એક બ્રાન્ડ છે. અમે આ બ્રાન્ડ ખરીદવા આવ્યા છીએ.” જ્યારે અન્ય એક ગ્રાહકે જણાવ્યું કે તે પોતાનો જૂનો આઈફોન એક્સચેન્જ કરીને નવો ફોન ખરીદવા માટે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ યુવાનોએ સ્ટોર બહારની લાંબી લાઈનોના વીડિયો અને તસવીરો મોટા પ્રમાણમાં શૅર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *