દેશની સિસ્ટમ પર ટોચના 6 લોકોનો કબજો છે? રાહુલ ગાંધીના આક્ષેપોથી રાજકારણ ગરમાયું!

Rahul Gandhi Indore Chhatron Ki Goonj

Rahul Gandhi Indore Chhatron Ki Goonj  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્દોરમાં ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ સાથે ખુલીને સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિના કોઈ પણ દેશ મજબૂત બની શકતો નથી અને વિદ્યાર્થીઓનો સ્વભાવ હંમેશાં પ્રશ્નો પૂછવાનો હોય છે, કારણ કે તેઓ નફરતથી નહીં પરંતુ પ્રેમથી સંવાદ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશના દરેક ગરીબ બાળકને સમાન અને ઉત્તમ શિક્ષણ મળવું અનિર્વાહ છે.

Rahul Gandhi Indore Chhatron Ki Goonj: રાહુલ ગાંધીના આક્ષેપો

સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ દેશની વર્તમાન વ્યવસ્થા અને સિસ્ટમ સામે સવાલો ઉઠાવતા દાવો કર્યો હતો કે આ લડાઈ સીધી ‘સિસ્ટમ’ વિરુદ્ધની છે. તેમણે આક્ષેપ કર્યો કે દેશની સિસ્ટમ પર ખાસ લોકોનો કબજો છે અને તેના ટોચના લેવલ પર છ મુખ્ય લોકો બેઠા છે:

  • નરેન્દ્ર મોદી: રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આખી સિસ્ટમનું સંચાલન કરે છે.

  • અમિત શાહ: તેમણે આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીઓને ડરાવવાની, ધમકાવવાની અને વિરોધ પક્ષો કે આંદોલનકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની રણનીતિ અમિત શાહજી ચલાવે છે.

  • અજિત ડોભાલ: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અંગે વાત કરતા તેમણે દાવો કર્યો કે દેશના ટેલિફોન, વોટ્સએપ, ફેસબુક અને કોમ્યુનિકેશન પર નિયંત્રણ રાખવા તથા ફોન ટેપિંગ જેવી બાબતોનું સંચાલન અજિત ડોભાલજી કરે છે.

  • મોહન ભાગવત: આરએસએસ પ્રમુખ મોહન ભાગવતજી વિચારધારાના સ્તરે સંગઠન ચલાવે છે, અને શાળાઓ, કોલેજો તથા સંસ્થાઓ ચલાવવા માટે તેમને કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોવાનો દાવો કર્યો હતો.

  • ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી: રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે ઉદ્યોગપતિઓ અદાણીજી અને અંબાણીજી આખી સિસ્ટમને ફાઇનાન્સ કરે છે, જ્યાંથી આવતા નાણાંનો ઉપયોગ માર્કેટિંગ અને રાજકીય વ્યવસ્થા ચલાવવા માટે થાય છે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિના કોઈ પણ દેશ મજબૂત બની શકતો નથી અને વિદ્યાર્થીઓનો સ્વભાવ હંમેશાં પ્રશ્નો પૂછવાનો હોય છે, કારણ કે તેઓ નફરતથી નહીં પરંતુ પ્રેમથી સંવાદ કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશના દરેક ગરીબ બાળકને સમાન અને ઉત્તમ શિક્ષણ મળવું અનિર્વાય છે.

ગાંધીનગર મનપા ચૂંટણી માટે ‘આપ’ની પ્રથમ યાદી જાહેર: 23 ઉમેદવારોના નામ પર લગાવી મહોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *