સાબરકાંઠા: અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયોએ અડફેટે લીધા, 1નું મોત, કાર સળગાવી

Himmatnagar Accident Padiyatri Scorpio સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા દોલગઢ પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ફોરલેન હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારે ભાદરવી પૂનમ માટે અંબાજી દર્શને જઈ રહેલા 12 પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેના કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પદયાત્રીઓમાંથી 1નું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 11 જેટલા ઈજાગ્રસ્તોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી તેઓ સારવાર હેઠળ છે.

પ્રાથમિક વિગતો મુજબ, આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ નાના ચેખલા ગામના રહેવાસી મોહનભાઈ રમણભાઈ વાઘેલા તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોમાંથી ત્રણ લોકોને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય આઠ લોકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Himmatnagar Accident Padiyatri Scorpio : ડ્રાઈવરે જીઆરડી જવાનો પર કાર ચડાવી

પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનની હદની અંદર ઢોળાસર ગામ પાસે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. ફરજ પર હાજર જીઆરડી જવાનોએ સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેફામ બનેલા સ્કોર્પિયોના ડ્રાઈવરે જીઆરડી જવાનો પર જ કાર ચડાવી દીધી હતી અને પૂરપાટ ઝડપે કાર આગળ ભગાડી હતી.

આ અતિ ઝડપી અને બેફામ ડ્રાઈવિંગ દરમિયાન અઢી કિલોમીટરના અંતરમાં રસ્તા પર ચાલી રહેલા અલગ-અલગ પદયાત્રીઓને આ કારે અડફેટે લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ભરત પટેલે વાહન લઈને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘટનાસ્થળે હાજર ઉશ્કેરાયેલા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોના ટોળાએ પીછો કરીને કારને રોકી લીધી હતી. પદયાત્રીઓને કચડી નાખવાના આ કૃત્યથી રોષે ભરાયેલા લોકોએ કારની તોડફોડ કરી હતી અને સ્થળ પર જ આગ ચાંપી દેતા સ્કોર્પિયો કાર ભડભડ સળગીને ખાખ થઈ ગઈ હતી.

  • ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો: ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વિફરેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડ્રાઈવર ભરત પટેલને પકડીને સારો એવો મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે રોષે ભરાયેલા લોકોને શાંત પાડીને આગળની કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર મનપા ચૂંટણી માટે ‘આપ’ની પ્રથમ યાદી જાહેર: 23 ઉમેદવારોના નામ પર લગાવી મહોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *