ઓપરેશન ગંગાજળ , ગુજરાત સરકારે વહીવટી તંત્રને સ્વચ્છ અને પારદર્શક બનાવવાના હેતુથી હાથ ધરેલા ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત એક જ દિવસમાં મોટો ધડાકો કર્યો છે. સરકારે બે ઉચ્ચ IAS અધિકારીઓને તેમની સેવામુકત વયમર્યાદા પહેલાં જ ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે.
ઓપરેશન ગંગાજળ અંતર્ગત 2 IAS અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. વહીવટી સુધારણાના ભાગરૂપે લેવાયેલા આ આકરા પગલાંથી ભ્રષ્ટ અને વિવાદિત અધિકારીઓમાં હાલ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
IAS કે. રાજેશ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રહી ચૂકેલા 2011 બેચના IAS અધિકારી કે. રાજેશ વિરુદ્ધ લાંબા સમયથી ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો ચાલી રહ્યા હતા. CBIની ચાર્જશીટ મુજબ, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અયોગ્ય વ્યક્તિઓને હથિયાર લાયસન્સ આપવા, સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણી કરવા તેમજ દબાણો નિયમિત કરવા બદલ લાંચ લીધી હોવાના પુરાવા મળ્યા હતા.
જુલાઈ 2022માં CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદથી તેઓ સસ્પેન્ડ હતા. આ ઉપરાંત તેમની સામે ED દ્વારા પણ PMLA હેઠળ તપાસ ચલાવવામાં આવી રહી હતી.ગુજરાત સરકારે વહીવટી તંત્રને સ્વચ્છ અને પારદર્શક બનાવવાના હેતુથી હાથ ધરેલા ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત એક જ દિવસમાં મોટો ધડાકો કર્યો છે. સરકારે બે ઉચ્ચ IAS અધિકારીઓને તેમની સેવામુકત વયમર્યાદા પહેલાં જ ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે.જુલાઈ 2022માં CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદથી તેઓ સસ્પેન્ડ હતા. આ ઉપરાંત તેમની સામે ED દ્વારા પણ PMLA હેઠળ તપાસ ચલાવવામાં આવી રહી હતી.

