Surendranagar Gangrape સુરેન્દ્રનગરમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાની મજાક ઉડાવતી એક અત્યંત ગંભીર અને કંપાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર મહિલા પર અત્યાચાર ગુજારતો એક બીભત્સ વીડિયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે ગહન તપાસ બાદ મહિલા સાથે ગેંગરેપના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે મહિલાઓ સહિત કુલ ૯ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Surendranagar Gangrape ‘શુદ્ધિકરણ’ના નામે રૂમમાં પૂરીને આચર્યું દુષ્કર્મ
આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર મહિલાના પતિ અને સંબંધીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. પોલીસ તપાસમાં સામે આવેલા ચોંકાવનારા તથ્યો મુજબ, ભોગ બનનાર મહિલાને ‘ચોખ્ખી કરવાની વિધિ’ (શુદ્ધિકરણ) ના બહાને એક રૂમમાં લઈ જવામાં આવી હતી. અહીં રૂમમાં ગોંધી રાખીને મહિલાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી તમામ શખ્સોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
હચમચાવી દે તેવી બાબત એ છે કે, મહિલા અગાઉ જેની સાથે ભાગી ગઈ હતી, તેની પાસે જ પતિ સહિતના સંબંધીઓએ બળજબરીથી દુષ્કર્મ કરાવ્યું હતું. એટલું જ નહીં, મહિલાને ઝાડ સાથે બાંધીને આ સમગ્ર જઘન્ય અપરાધનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો.
Surendranagar Gangrape વીડિયો વાયરલ થતાં એ-ડિવિઝન પોલીસ એક્શનમાં
આ ગુનાહિત કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મામલો પોલીસના ધ્યાન પર આવ્યો હતો. સુરેન્દ્રનગર એએસપી (ASP) વેદિકા બિહાનીના સીધા માર્ગદર્શન હેઠળ એ-ડિવિઝન પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે માત્ર વીડિયો વાયરલ થવા સુધી તપાસ સીમિત ન રાખતા, તેની પાછળના તમામ ગુનેગારોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ઝડપાયેલા 9 આરોપીઓ કોણ છે?
વાયરલ વીડિયો અને હકીકતોના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લઈ નીચે મુજબના ૯ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે: ૧. પોપટભાઈ લાખાભાઈ સરવૈયા ૨. રમેશભાઈ મનુભાઈ સરવૈયા ૩. જયંતીભાઈ પેથાભાઈ સરવૈયા ૪. ભરતભાઈ ખાટાભાઈ સરવૈયા ૫. જીતુભાઈ ધીરૂભાઈ સરવૈયા ૬. પપ્પુભાઈ બકાભાઈ પરમાર ૭. કલાભાઈ કેશુભાઈ સરવૈયા ૮. ગીતાબેન જયંતીભાઈ સરવૈયા ૯. લીલાબેન ખાટાભાઈ સરવૈયા
ગુજરાત હવે બનશે કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગનું ‘નેશનલ હબ’: રાજ્યમાં નવી 5 ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓ શરૂ કરાશે

