Kerr Institute Anand- આણંદ સ્થિત કેર ઇન્સ્ટીટ્યુટ ઓફ લીગલ સ્ટડીઝ ખાતે ૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ કાયદાના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. સાધના પ્રસાદના નેતૃત્વ હેઠળ એલ.એલ.બી. (LL.B.) અને એલ.એલ.એમ. (LL.M.) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના આદર્શો પર એક વિસ્તૃત ચર્ચા યોજાઈ હતી.
Kerr Institute Anand- “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત
આ કાર્યક્રમની શરૂઆત ગાંધીજીના અતિ પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ની ભાવપૂર્ણ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કોલેજના તમામ વિદ્યાર્થીઓએ આ ચર્ચામાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મંચ પરથી વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી બાપુના જીવનમૂલ્યો, તેમના આદર્શો અને સત્ય-અહિંસાના સકારાત્મક વિચારોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
પ્રોફેસરો અને ચેરમેનનું સચોટ માર્ગદર્શન
આ સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન પ્રોફેસર પ્રિયંકા પાંડોર તેમજ પ્રોફેસર રીયા રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે પ્રોફેસર મોનાલી કુંભાર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર માનીને આભાર વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જ્ઞાનવર્ધક કાર્યક્રમનું સફળ આયોજન પ્રોફેસર યાકુબ સૈયદ તથા સંસ્થાના ચેરમેન વોલેસ ક્રિશ્ચિયન સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

