Ahmedabad Dosa Poisoning Case: અમદાવાદના ચાંદખેડામાં [Chandkheda] બે માસૂમ બાળકીઓના મોતે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. શરૂઆતમાં બજારમાંથી લાવેલા ઢોસાના ખીરાને [Dosa Batter] કારણે મોત થયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોલીસ તપાસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્રણ મહિનાની રાહા [Raha Prajapati] અને ચાર વર્ષની મિશ્રીના [Mishri] મોત મામલે પોલીસે જ્યારે ડેરીના ખીરાની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે તે જ બેચનું ખીરું અન્ય ૨૦૦ લોકોએ પણ ખાધું હતું, પરંતુ કોઈને કોઈ તકલીફ થઈ નથી. આથી પોલીસે હવે હત્યાના પાસા પર તપાસ તેજ કરી છે.
પુત્રની ચાહત અને માતાની ડાયરીનું રહસ્ય [Ahmedabad Dosa Poisoning Case]
આ મામલે તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને [Ahmedabad Crime Branch] બાળકીની માતા ભાવનાના [Bhavna Prajapati] પિયરથી એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં તેણે પુત્ર પ્રાપ્તિ માટે મંદિરમાં માનેલી માનતા વિશે લખ્યું હતું. ભાવના પુત્ર ઈચ્છતી હતી, પરંતુ બીજી વાર પણ દીકરી થતા તે ભારે તણાવમાં હતી. પોલીસને આશંકા છે કે પુત્રની ઘેલછામાં જ આ ખૌફનાક પગલું ભરવામાં આવ્યું હોઈ શકે છે. તપાસ માટે પોલીસે રાહાના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી પેનલ પોસ્ટમોર્ટમ [Panel Post-Mortem] માટે મોકલી આપ્યો છે.
ઘઉંમાં નાખવાની દવા અને ગુમ થયેલા પેકેટ [Ahmedabad Dosa Poisoning Case]
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટોક્સિકોલોજી ટેસ્ટમાં [Toxicology Test] માતા-પિતાના લોહીમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ [Aluminium Phosphide] મળી આવ્યું છે, જેનો ઉપયોગ ઉંદર મારવાની કે અનાજ સાચવવાની દવામાં થાય છે. પિતા વિમલ પ્રજાપતિએ [Vimal Prajapati] ઘઉં સુરક્ષિત રાખવાના ૧૦ પેકેટ ખરીદ્યા હતા, જેમાંથી બે પેકેટ ગુમ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ દવા જાણીજોઈને ખોરાકમાં ભેળવવામાં આવી હતી. એસીપી નીરજ બડગુજર [ACP Neeraj Badgujar] અને તેમની ટીમ પરિવારમાં પૈસા અને સંતાન મુદ્દે થતા ઝઘડાઓની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: મહેમદાવાદમાં ગરમીમાં તરફડતી ગાયનો મુસ્લિમ યુવાનોએ બચાવ્યો જીવ

