Children Passport New Rules કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા બાળકોના પાસપોર્ટ અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે ‘Passport (Amendment) Rules, 2026’ નોટિફાય કર્યા છે, જે ‘Passport Rules, 1980’માં સુધારો કરે છે અને આ નવા નિયમોનો અમલ પણ શરૂ થઈ ચૂક્યો છે. આ ફેરફારથી હવે લાખો વાલીઓ અને બાળકોને મોટી રાહત મળશે.
Children Passport New Rules 2026: 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફેરફાર
નવા નિયમ મુજબ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી થતો 36 પાનાનો સામાન્ય પાસપોર્ટ હવે જારી થયાની તારીખથી પાંચ વર્ષ સુધી અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી માન્ય રહેશે.
-
અત્યાર સુધીનો જૂનો નિયમ: અગાઉના નિયમ મુજબ 15 વર્ષથી નાના બાળકનો પાસપોર્ટ 5 વર્ષ અથવા બાળક 15 વર્ષનું થાય ત્યાં સુધી જ માન્ય ગણાતો હતો. ઉદાહરણ તરીકે, જો 12 વર્ષના બાળકનો પાસપોર્ટ કઢાવવામાં આવે તો તે માત્ર 3 વર્ષ (15 વર્ષની ઉંમર સુધી) જ ચાલતો હતો અને 15 વર્ષ પૂરા થતાં નવો પાસપોર્ટ કઢાવવો પડતો હતો.
-
નવા નિયમથી થનાર ફાયદો: હવે આ માન્યતા વધારીને 18 વર્ષ સુધી કરવામાં આવી છે. જો કોઈ 13 કે 14 વર્ષના બાળકનો પાસપોર્ટ બને, તો તે સીધો 18 વર્ષની ઉંમર સુધી માન્ય રહેશે. ત્યારબાદ પુખ્ત વયના લોકોની જેમ 18 વર્ષ પછી તે 10 વર્ષ માટે નવો પાસપોર્ટ બનાવી શકશે.
-
બાળકોના પાસપોર્ટ માટેની નવી ફી: બાળકોના 36 પાનાના નવા અથવા ફરીથી બનાવવામાં આવતા સામાન્ય પાસપોર્ટની ફી હવે ₹1,750 કરવામાં આવી છે (જે અગાઉ ₹1,000 હતી). જો આ જ પાસપોર્ટ ઇમરજન્સીમાં કઢાવવો હોય તો ₹3,000 ચૂકવવા પડશે. આ ઉપરાંત, 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા પાસપોર્ટ અરજી પર 10 ટકાની છૂટ યથાવત રહેશે (જો કે આ છૂટ પાસપોર્ટ રી-ઇશ્યૂના કિસ્સામાં લાગુ નહીં પડે).

