વલસાડના ઉમરગામમાં ભયાનક કાર અકસ્માત: સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાતા 3 યુવકોના મોત!

Sanjan-Bhilad Road Accident વલસાડ જિલ્લાના ઉમરગામ પાસે આવેલા સંજાણ-ભીલાડ માર્ગ પર ગુરુવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી સ્વીફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડની બાજુમાં આવેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Sanjan-Bhilad Road Accident :  5 યુવકો વાપીથી ઉમરગામ આવી રહ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરગામ નજીક સંજાણ-ભીલાડ રોડ પર એક સ્વીફ્ટ કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. આ કારમાં સવાર પાંચ જેટલા યુવકો વાપીથી ઉમરગામ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દેતાં કાર બેકાબૂ બનીને રોડની બાજુના ઝાડ સાથે ભયાનક રીતે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના કૂરચે કૂરચા ઊડી ગયા હતા અને તેને ગંભીર નુકસાન થયું હતું.

અકસ્માતના પગલે આસપાસના સ્થાનિક લોકો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કારમાંથી યુવકોના શબ અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય 2 યુવકોને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ માને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *