હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 9 ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ નવ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે પાર્ટીએ રાજ્યની કુલ 90 માંથી 40 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે ઉચાનાથી ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર બિજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે. બિજેન્દ્ર સિંહ ભાજપના સાંસદ હતા, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. હવે તેમને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે. ગનૌર વિધાનસભાથી પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કુલદીપ શર્માને ટિકિટ મળી છે.

કોંગ્રેસે 7 સપ્ટેમ્બરે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં 31 નામ હતા. તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા વિનેશ ફોગાટને જુલાણા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

 સીએમ સૈની સામે મેવ સિંહને ટિકિટ
કોંગ્રેસે હરિયાણાના મુખ્યમંત્રી અને ભાજપના નેતા નાયબ સિંહ સૈની સામે મેવ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. ગઢી સાંપલા-કિલોઈ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સોનીપતથી સુરેન્દ્ર પંવાર, ગોહાનાથી જગબીર સિંહ મલિક અને રોહતકથી ભારત ભૂષણ બત્રાને ટિકિટ આપવામાં આવી છે. કાલકા વિધાનસભા બેઠક પરથી પ્રદીપ ચૌધરી, નારાયણગઢ બેઠક પરથી શૈલી ચૌધરી, સધૌરાથી રેણુ બાલા, રાદૌરથી બિશન લાલ સૈની, લાડવાથી મેવા સિંહ, શાહબાદથી રામ કરણ, નિલોખેડીથી ધરમપાલ ગોંદરને ટિકિટ આપવામાં આવી છે.

હરિયાણામાં 8 ઓક્ટોબરે મતગણતરી
ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે મત ગણતરીની તારીખ 4 ઓક્ટોબરથી વધારીને 8 ઓક્ટોબર કરી છે. હરિયાણામાં ચૂંટણીની સૂચના 5 સપ્ટેમ્બરે જાહેર થશે. નોમિનેશનની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર રહેશે. 13 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 16મી સપ્ટેમ્બર સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. 5 ઓક્ટોબરે મતદાન થશે. હરિયાણાની તમામ 90 બેઠકો માટે એક સાથે મતદાન થવાનું છે.

આ પણ વાંચો-  મંગળ પર વસાહત સ્થાપવાની યોજના તૈયાર, અલોન મસ્કે મંગળ પર જવાની બતાવી ટાઇમલાઇન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *