કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટે માનહાનિ કેસમાં નિર્દોષ જાહેર કર્યા

Rahul Gandhi Defamation Case Acquittal

Rahul Gandhi Defamation Case Acquittal: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની સુલતાનપુર અદાલત તરફથી મોટી રાહત મળી છે. અદાલતે તેમને વર્ષો જૂના માનહાનિના એક કેસમાંથી નિર્દોષ જાહેર કરીને મુક્ત કરી દીધા છે. વિશેષ મેજિસ્ટ્રેટ શુભમ વર્માની અદાલતે આ ચુકાદો સંભળાવ્યો છે. ચુકાદાની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી પોતે કોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આપવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો હતો. ભાજપના નેતા અને જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ 2018ના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ આ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.

વર્ષ ૨૦૧૮ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ બેંગલુરુમાં તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ અમિત શાહ પર હત્યાના એક કેસમાં આરોપી હોવાનો ઉલ્લેખ કરીને તેમની રાજકીય વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા. આ નિવેદનને કારણે પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યાનો દાવો કરીને કેસ કરાયો હતો. અદાલતે ગત વર્ષે નવેમ્બરમાં રાહુલ ગાંધીને સમન પાઠવ્યા હતા, ત્યારબાદ તેઓ અદાલતમાં હાજર થયા હતા અને તેમને જામીન મળ્યા હતા. હવે ટ્રાયલ બાદ કોર્ટે તેમને આ કેસમાંથી મુક્ત કર્યા છે.

Rahul Gandhi Defamation Case Acquittal: સુલતાનપુર જતી વખતે રાહુલ ગાંધીના કાફલાને નડ્યો અકસ્માત

આ મામલાની સુનાવણી માટે સુલતાનપુર જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાના વાહનો પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અકસ્માતનો શિકાર બન્યા હતા. સોમવારે લખનૌથી સુલતાનપુર તરફ જતી વેળાએ રાહુલના કાફલાની ચાર ગાડીઓ અને એક એમ્બ્યુલન્સ પરસ્પર અથડાઈ ગઈ હતી. સદનસીબે રાહુલ ગાંધી આ દુર્ઘટનામાં સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા અને સમયસર કોર્ટ પહોંચી ગયા હતા, પરંતુ આ અકસ્માતમાં તેમની સાથેના કેટલાક કાર્યકરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો  હવે સરકારી દાખલા પર સિક્કો કરાવવા કચેરીએ જવું નહીં પડે: ડિજિટલ પ્રમાણપત્રો પર જ મળશે ઓફિશિયલ રાઉન્ડ સીલ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *