Indian Citizenship ભારતમાં ઘણા લોકો એવું માને છે કે જો તેમની પાસે પાસપોર્ટ, આધાર કાર્ડ કે વોટર આઈડી છે, તો તેઓ કાનૂની રીતે ભારતના પાક્કા નાગરિક છે. પરંતુ, વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) અને કાયદાકીય નિષ્ણાતોના મતે આ સંપૂર્ણ સત્ય નથી. નાગરિકતાના કાયદા (Citizenship Laws) હેઠળ આ તમામ દસ્તાવેજોની કાનૂની ભૂમિકા એકદમ અલગ છે.
Indian Citizenship પાસપોર્ટ માત્ર ટ્રાવેલ ડોક્યુમેન્ટ (Travel Document)
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ (Indian Passport) એ મુખ્યત્વે વિદેશ યાત્રા કરવા માટેનો એક સત્તાવાર દસ્તાવેજ છે. તે ભારત સરકારની કાનૂની સંપત્તિ છે. જ્યારે પણ કોઈ વિવાદ થાય, દસ્તાવેજોમાં છેતરપિંડી પકડાય કે સુરક્ષાનો મુદ્દો આવે, ત્યારે સરકાર તેને તાત્કાલિક રદ કરી શકે છે. કાનૂની ભાષામાં પાસપોર્ટ એ પ્રાથમિક પુરાવો છે, પરંતુ નાગરિકતા સાબિત કરવાનો અંતિમ અને અકાટ્ય પુરાવો (Absolute Proof) નથી.
આધાર અને વોટર આઈડીનું સત્ય (Identity and Address Proofs)
સુપ્રીમ કોર્ટ અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટે અનેકવાર સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ (Aadhaar Card) એ માત્ર ભારતમાં રહેઠાણનો (Residency Proof) પુરાવો છે. આધાર કાયદા મુજબ, ભારતમાં 182 દિવસ રહેનાર કોઈપણ વ્યક્તિ આધાર કાર્ડ કઢાવી શકે છે, તેના માટે નાગરિક હોવું જરૂરી નથી. તેવી જ રીતે, વોટર આઈડી (Voter ID) અને પાન કાર્ડ (PAN Card) તમારી ઓળખ, સરનામા અને ઉંમરના પુરાવા છે. આ દસ્તાવેજો તમને કાનૂની રીતે નાગરિકતાની ગેરંટી આપતા નથી.
તો નાગરિકતાનો અસલી પુરાવો કયો? (Legal Proof of Citizenship)
ભારતીય નાગરિકતા કાયદા 1955 (Citizenship Act 1955) અનુસાર, ભારતમાં નાગરિકતા મુખ્યત્વે જન્મ અને વંશના આધારે મળે છે. 26 જાન્યુઆરી 1950 થી 1 જુલાઈ 1987 વચ્ચે ભારતમાં જન્મેલા લોકો માટે જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) જ પૂરતું છે. પરંતુ ત્યારબાદ જન્મેલા લોકો માટે તેમના માતા-પિતાની નાગરિકતા પણ સાબિત કરવી પડે છે. તેથી, સરકાર માન્ય જન્મ પ્રમાણપત્ર અને પેઢી દર પેઢીના જૂના જમીનના રેકોર્ડ (Land Records) નાગરિકતા સાબિત કરવા માટે કાનૂની રીતે સૌથી મજબૂત પુરાવા છે.

