મહેમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામ્યો રંગ, બેઠક જીતવા ઉમેદવારો એડીચોટીનો લગાવી રહ્યા છે જોર

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર તેજ કરી દીધો છે, શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના સાત વોર્ડમાંથી કુલ 28 ઉમેદવાર ચૂંટાઇને જશે, મહેમદાવાદમાં મતદારોને આકર્ષવા માટે  હાલ નાસ્તો અને,જમણવારનું આયોજન પૂરજાેશમાં ચાલી રહ્યું છે.  ચૂંટણી આખરી તબક્કામાં પહોંચી  હોવાથી ઉમેદવારોએ સોશિયલ મીડિયા સહિતના અનેક માધ્યમોથી મતદારોને આકર્ષવા કામે લાગી ગયા છે.  અપક્ષ ઉમેદવારો ગુપ્ત મિટીંગ યોજીને ચૂંટણી જીતવા માટે કમરકસી રહ્યા છે.મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ પ્રચાર અને રાજકારણ રમાઇ રહ્યો છે. હાલ મહેમદાવાદમાં ભાજપ નગરપાલિકામાં જીતે તે માટે ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આ વખતે પણ ભાજપનો વિજ્ય થશે તેવી પ્રબળ સંભાવના છે. કોંગ્રેસની રણનીતિ મુજબ કોઇ કોંગ્રેસના સિમ્બોલ પર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા નથી.

નોંધનીય છે કે વોર્ડનં 1માં કુલ 9 ઉમેદવાર ઉભા છે,તેમાં ભાજપની પેનલ સહિત ઉમેદાવરો ઉભા રહ્યા છે,તમામ ઉમેદવારો હાલ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. વાર્ડનં 2માં 16 ઉમેદવારો ઉભા છે, આ વિસ્તારમાં મુસ્લિમ મતોનું વર્ચસ્વ હોવાથી સામાન્ય સ્ત્રી પુરુષની બેઠક પર તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે.

વોર્ડનં 3માં 10 ઉમેદવારો ઉભા રહ્યા છે, અહીંયા ભારતીય જનતા પાર્ટીમાંથી પછાત વર્ગ સ્ત્રી બેઠક પર લડી રહી છે,જ્યારે ફરહીન મલેક તેમની સામે પછાત વર્ગની સ્ત્રી તરીકે ઉભી રહી છે, આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાંથી દિપેન ત્રિવેદી સામાન્ય પુરુષ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. અન્ય ઉમેદવારો પણ આ વાર્ડમાં બેઠક જીતવા માટે કમર કસી રહ્યા છે.આ વિસ્તાર પણ મુસ્લિમ મતો નિર્ણાયક છે.કરીમભાઇ મલેક હાલ લોકપ્રિય સામાન્ય પુરુષમાં આગળ ચાલી રહ્યા છે.

વોર્ડનં 4માં પણ ખરાખરીનો ખેલ છે, અહિંયા 14 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે, ગત વખતના કાઉન્સિલલર સમીર મલેક અને ઇમરાન મલેક પછાત વર્ગમાંથી ઉભા છે, અહીંયા ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની પેનલ ઉતારી છે, હાલ પ્રચાર માધ્યમ વધુ વેગવતો બન્યો છે.

વોર્ડનં પમાં સૈાથી ઓછા ઉમેદવાર છે એમાં એક બેઠક બિનહરિફ થઇ ગઇ છે, અહીંયા ભાજપે પોતાની પેનલ ઉતારી છે, અહીંયા પાંચ ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે.

વોર્ડનં 6માં સાત ઉમેદવારો સીધો મેદાનમાં છે, અહિયા પણ ભાજપે તેમની પેનલ ઉતારી છે, પ્રચાર હાલ પૂરજોશમાં ભાજપ કરી રહી છે, અહીંયા પણ એક ઉમેદવાર બિનહરિફ ચૂંટાઇ આવ્યો છે.

વોર્ડનં સાતમાં  12 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે, ભાજપે અહિંયા પેનલ ઉતારી છે. અહિયા પણ એક ઉમેદવાર બિનહરિફ ચૂંટાઇ આવ્યો છે. અહીંયા પણ રસાકસીનો માહોલ હાલ જામ્યો છે.

 

આ પણ વાંચો –  મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણી: તમામ 7 વાર્ડના હરિફ ઉમેદવારોની જુઓ યાદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *