વિપક્ષનું ‘પ્રોટેસ્ટ પાર્ટ-2’: સંસદમાં કાળા કપડાં સાથે વિપક્ષનો હોબાળો, રાહુલ-પ્રિયંકા અને અખિલેશ મેદાનમાં!

Paper Leak Protest Parliament નીટ (NEET) પરીક્ષામાં કથિત ગેરરીતિ અને દેશભરમાં પેપર લીક થવાની ઘટનાઓને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર સામે આરપારની લડાઈ છેડી દીધી છે. સોમવારે સંસદ ભવન ખાતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં વિપક્ષના સાંસદો કાળા કપડાં પહેરીને પહોંચ્યા હતા અને સરકારની શિક્ષણ નીતિ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

Paper Leak Protest Parliament વિપક્ષનો કાળો વિરોધ: સરકારને કડક સંદેશ

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ એકજૂથ થઈને સંસદમાં વિરોધ પ્રદર્શન કરવાની વ્યૂહરચના બનાવી છે. કાળા કપડાં પહેરીને વિરોધ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા અન્યાય તરફ સરકારનું ધ્યાન ખેંચવાનો છે. વિપક્ષે સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે અને સરકાર તેને નજરઅંદાજ કરી શકે નહીં.

પોલીસની કાર્યવાહી પર વિપક્ષનો રોષ

કોંગ્રેસ સાંસદ સૈયદ નસીર હુસૈને સ્પષ્ટ કર્યું હતું કે, વિપક્ષના સાંસદો ૨૦ જુલાઈના રોજ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં કાળા કપડાં પહેરીને આવ્યા છે. તેમણે સરકારને અપીલ કરી હતી કે હઠ છોડીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે નક્કર પગલાં ભરે.

શું વિપક્ષ ચૂપ બેસી રહે?”: પ્રમોદ તિવારીનો સરકાર પર પ્રહાર

૨૦ જુલાઈની ઘટનાને યાદ કરતા કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, જે રીતે પ્રદર્શનકારીઓ પર હુમલા કરવામાં આવ્યા અને તેમાં નેમ ટેગ વગરના લોકો પણ સામેલ હતા, તે અત્યંત ગંભીર બાબત છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, શું આવી બર્બરતા જોઈને નેતા પ્રતિપક્ષ કે વિપક્ષના સભ્યો ચૂપ બેસી રહે?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *