ફિલિપાઈન્સમાં આવેલા 7.8 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 41 થી વધુ લોકોના કરુણ મોત

 દક્ષિણ ફિલિપાઈન્સમાં આવેલા એક ભયાનક 7.8 ની તીવ્રતાના મહાભૂકંપે દેશને હચમચાવી દીધો છે. ભૂકંપના આ પ્રચંડ આંચકાઓ બાદ સુનામીના ઊંચા મોજાંઓ ઉછળતા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે તબાહી મચી છે.ફિલિપાઈન્સમાં આવેલા 7.8 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 41 થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 500 થી વધુ લોકો ઘાયલ થયા છે.

​Philippines Earthquake

આ વિનાશક ભૂકંપમાં અનેક લોકોના જીવ ગયા હોવાની આશંકા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. હાલ સોશિયલ મીડિયા પર આ કુદરતી કહેરના ડરામણા વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યા છે, જેમાં બહુમાળી ઈમારતો ધરાશાયી થતી અને લોકો જીવ બચાવવા રસ્તાઓ પર દોડતા જોઈ શકાય છે.

વાયરલ વીડિયો આપી રહ્યા છે વિનાશની ગવાહી

ઇન્ટરનેટ પર ફિલિપાઈન્સના મિંડાનાઓ (Mindanao) અને જનરલ સાન્તોસ (General Santos) પ્રાંતના ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ભૂકંપના આંચકા આવ્યા, ત્યારે જમીન એટલી જોરથી હલી રહી હતી કે લોકો માંડ માંડ ઊભા રહી શકતા હતા. શોપિંગ મોલ્સની છતો તૂટી પડતી, એક મોટો ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ જમીનદોસ્ત થતો અને હોસ્પિટલોમાંથી દર્દીઓને બહાર કાઢવાના હૃદયદ્રાવક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

શાળાઓમાં નવા સત્રના પહેલા જ દિવસે જ્યારે બાળકો પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે આવેલા ભૂકંપે વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો, જેના વીડિયો જોઈને કોઈપણ કંપારી છૂટી જાય.

સુનામીનું એલર્ટ અને રાહત-બચાવ કામગીરી [Mindanao Tsunami Alert]

ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે ફિલિપાઈન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ તાત્કાલિક સુનામીની ચેતવણી (Tsunami Alert) જારી કરવી પડી હતી. દરિયામાં ઊંચા મોજાં ઉછળીને કાંઠાના ગામડાઓમાં ઘૂસી ગયા હતા, જેના કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવું પડ્યું હતું.

હાલ ફિલિપાઈન્સ સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. 1100 થી વધુ આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના આંચકા) ના કારણે લોકોમાં હજુ પણ ભારે ડરનો માહોલ છે. વીજળી અને ટેલિકોમ સેવાઓ ઠપ થઈ ગઈ છે, જ્યારે એરપોર્ટ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *