Shaheen Foundation : અમદાવાદના જુહાપુરા (Juhapura) વિસ્તારમાં સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને (Underprivileged Students) ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવાના ઉમદા હેતુથી શાહીન ફાઉન્ડેશન (Shaheen Foundation) દ્વારા નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન (Inauguration) કરવામાં આવ્યું છે.
Shaheen Foundation : ગરીબ અને યતીમ બાળકો માટે આશાનું કિરણ
આ નવી શાખા ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ, યતીમ બાળકો (Orphan Children), સિંગલ પેરેન્ટ્સના સંતાનો અને અભ્યાસ છોડી ચૂકેલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અહીં ધોરણ ૮ થી લઈને ગ્રેજ્યુએશન (Graduation) સુધીના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અથવા રાહત દરે શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત, કારકિર્દી માર્ગદર્શન (Career Guidance) અને સ્કિલ ડેવલપમેન્ટ (Skill Development) પ્રોગ્રામ હેઠળ બેઝિકથી લઈને એડવાન્સ કોમ્પ્યુટર કોર્સની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

મોટિવેશનલ સ્પીકર સંજય રાવલની વિશેષ ઉપસ્થિતિ
આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ (Sanjay Raval) મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં શાહીન ફાઉન્ડેશન (Shaheen Foundation) ની શૈક્ષણિક કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી અને સંસ્થાને વંચિત વિદ્યાર્થીઓ માટે ‘આશાનું કેન્દ્ર’ ગણાવ્યું હતું.

અગ્રણીઓ અને દાતાઓનો મળ્યો અભૂતપૂર્વ સહયોગ
આ પ્રસંગે શફી મણિયાર (Shafi Maniyar), સીએ ઇનાયત કાદરી (CA Inayat Kadri), કાદરભાઈ જોડીયાવાળા, અબ્દુલ રઝ્ઝાક મેમણ અને અબ્દુલ હક ઇરાકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ હમીદ મેમણ (Hamid Memon), સીએ કરીમ લાખાણી, અઝીમભાઈ પંજાબી, ઔરંગઝેબ ભાઈ, સાજિદ મેમણ, સીએ આયાઝ ખિમાણી અને આરીફભાઈ મેમણ પણ જોડાયા હતા. જુહાપુરાના આગેવાનો અને વિવિધ શાળાઓના પ્રિન્સિપાલોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અનેક ઉદ્યોગપતિઓ અને સમાજસેવકોએ ગરીબ બાળકોના શિક્ષણ (Education) માટે આર્થિક સહાય આપવાની તૈયારી દર્શાવી હતી.
સર્વધર્મ સમભાવ અને ભવિષ્યની યોજનાઓ
શાહીન ફાઉન્ડેશન (Shaheen Foundation) નો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મ કે પૃષ્ઠભૂમિના ભેદભાવ વિના સમાજના દરેક વર્ગ સુધી શિક્ષણ પહોંચાડવાનો છે. આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ નવી શાખાઓ (New Branches) શરૂ કરવાની સંસ્થાની યોજના છે. સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ જરૂરિયાતમંદ બાળકોને આ શૈક્ષણિક અભિયાન (Educational Campaign) સાથે જોડવામાં આવે.
આ પણ વાંચો: Kheda Mass Wedding: રાજયમંત્રી સંજયસિંહ મહિડાએ 101 દીકરીઓનું કર્યું કન્યાદાન! ભાજપ પ્રદેશ પ્રમુખ રહ્યા હાજર

