પાકિસ્તાનમાં પેસેન્જર વાહન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, 11 લોકોના મોત છ ઘાયલ

પાકિસ્તાન ના ઉત્તર-પશ્ચિમ પખ્તુનખ્વા પ્રાંતમાં એક પેસેન્જર વાહન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કરતા 11 લોકોના મોત થયા હતા. જ્યારે છ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના શનિવારે અફઘાનિસ્તાનની સરહદ નજીક આવેલા કુર્રમ જિલ્લાના કંજ અલીઝાઈ વિસ્તારમાં બની હતી.સ્થાનિક ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ પેસેન્જર વાહન પર અચાનક ગોળીબાર કર્યો, જેમાં 11 મુસાફરો માર્યા ગયા અને છ ઘાયલ થયા. આ ઘાયલોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પાકિસ્તાન  કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. આ ઘટનાએ આ પ્રદેશમાં સુરક્ષા ચિંતાઓને વધુ વધારી દીધી છે, જે પહેલાથી જ હિંસા અને આતંકવાદની ઘણી ઘટનાઓ જુએ છે. આ પહેલા શુક્રવારે સશસ્ત્ર હુમલાખોરોએ આ જ અશાંત પ્રાંતમાં કોલસાની ખાણના કામદારોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 20 લોકો માર્યા ગયા હતા, જ્યારે સાત અન્ય ઘાયલ થયા હતા. આ હુમલા એવા સમયે થઈ રહ્યા છે જ્યારે દેશમાં થોડા દિવસો બાદ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ચીનના વડાપ્રધાન લી કિઆંગ સહિત વિવિધ રાષ્ટ્રના વડાઓ ભાગ લેશે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર આ કોન્ફરન્સમાં ભાગ લેશે.

આ પણ વાંચો-   કડીમાં દિવાલ ઘસી પડતા 6 લોકના મોત,યુદ્વના ધોરણે બચાવ કામગીરી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *