મહેસાણામાં ચૂંટણી પ્રચાર લોહિયાળ બન્યો: ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા

Mehsana Crime News

Mehsana Crime News: મહેસાણા [Mehsana] શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Local Body Election] ના મતદાનના ગણતરીના કલાકો પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. વોર્ડ નંબર 4 માં ભાજપ [BJP] અને કોંગ્રેસ [Congress] ના સમર્થકો વચ્ચે થયેલી જૂથ અથડામણે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસક હુમલામાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની [Miten Chaudhary] હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

તાવડિયા રોડ પર આયોજનબદ્ધ હુમલો (Mehsana Crime News)

ઘટનાની વિગત મુજબ, ગઈકાલે મોડી રાત્રે મહેસાણાના માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા [Tavadia] તરફ જવાના રસ્તા પર આ હિંસક ખેલ ખેલાયો હતો. મિતેન ચૌધરી અને તેનો મિત્ર ધીમંત ચૌધરી [Dhimant Chaudhary] ગાડીમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે 4 થી 5 અજાણ્યા શખસોએ તેમની કાર આંતરી હતી. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ તીક્ષ્ણ હથિયારો, લાકડીઓ અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મિતેન ચૌધરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે ધીમંત ચૌધરી હાલ સારવાર હેઠળ છે.

પોલીસની કાર્યવાહી અને તપાસ તેજ (Mehsana Police Investigation)

DySP મિલાપ પટેલે [Milap Patel] જણાવ્યું કે હુમલાખોરોએ આતંક મચાવીને ફરાર થઈ ગયા છે. આ ઘટનામાં સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિને પણ ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ [A-Division Police Station] અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ [LCB] ની ટીમોએ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ કબજે કરી ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલ રેકોર્ડ [CDR] ના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: 700 બેઠકો બિનહરીફ, લોકશાહી માટે ઘાતક?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *