New ITI Courses in Gujarat : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનોને બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતો સાથે કદમ મિલાવતા કરવા અને રોજગારીની નવી તકો [Employment Opportunities] પૂરી પાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડ્રોન પાયલોટ અને ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા ભવિષ્યની માંગ આધારિત 11 નવા ન્યૂ-એજ કોર્સ (New Age Courses) શરૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘સ્કિલ ઇન્ડિયા મિશન’ અંતર્ગત વ્યાપક કૌશલ્ય વિકાસ કાર્યક્રમો [Skill Development Programs] હાથ ધરવામાં આવી રહ્યા છે.
New ITI Courses in Gujaratn: ભવિષ્યની જરૂરિયાત મુજબના 11 નવા અભ્યાસક્રમો
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, નવીનીકરણીય ઊર્જા, ઓટોમેશન અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં કુશળ માનવબળ તૈયાર કરવા માટે આ 11 નવા કોર્સ શરૂ કરાયા છે. આ નવા અભ્યાસક્રમોમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે:
-
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ [AI Programming Assistant]
-
ડ્રોન પાયલોટ (Drone Pilot)
-
સોલાર ટેક્નિશિયન – ઇલેક્ટ્રિકલ [Solar Technician]
-
મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ [Mechanic Electric Vehicle]
-
એડવાન્સ CNC મશીનિંગ અને એડિટિવ મેન્યુફેક્ચરિંગ (3D પ્રિન્ટિંગ)
-
ટેક્નિશિયન મિકેટ્રોનિક્સ અને કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ (CAM) પ્રોગ્રામર
-
IoT ટેક્નિશિયન – સ્માર્ટ એગ્રીકલ્ચર અને સ્માર્ટ સિટી
-
સ્માર્ટફોન ટેક્નિશિયન-કમ-એપ ટેસ્ટર
73 ITI માં 3,312 નવી બેઠકોનો ઉમેરો
રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના જણાવ્યા મુજબ, આ નવા ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમો રાજ્યની કુલ 73 ITI માં શરૂ કરવામાં આવ્યા છે (જેમાં 67 સરકારી, 2 અનુદાનિત અને 4 સ્વનિર્ભર સંસ્થાઓ છે). આ નવા 11 કોર્સ ઉમેરાતા તાલીમાર્થીઓ માટે કુલ 3,312 નવી બેઠકો ઊભી થઈ છે. ખાસ કરીને મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ અને સોલાર ટેક્નિશિયનના કોર્સને મોટા પાયે શરૂ કરવામાં આવ્યા છે.
રિન્યુએબલ એનર્જી અને EV સેક્ટરમાં રોજગારીની મોટી તકો
ગુજરાત હાલમાં 42.583 ગીગાવોટ સ્થાપિત ક્ષમતા સાથે દેશની કુલ નવીનીકરણીય ઊર્જામાં 16.5% હિસ્સો ધરાવે છે અને સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે. સોલાર એનર્જીમાં ગુજરાત બીજું સ્થાન ધરાવે છે. સોલાર ટેક્નિશિયન કોર્સ થકી આ ક્ષેત્રમાં અઢળક રોજગારી મળશે.
તે જ રીતે, માર્ચ 2026 માં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના (EV) રજિસ્ટ્રેશનમાં 75.5 ટકાનો જંગી વધારો (12,729 EV રજિસ્ટ્રેશન) નોંધાયો હતો. વધતા EV ના વપરાશને કારણે પ્રશિક્ષિત ટેક્નિશિયનોની માંગ વધશે, જેને પહોંચી વળવા ITI માં 40 ઇલેક્ટ્રિક વાહનો પ્રેક્ટિકલ તાલીમ માટે ઉપલબ્ધ કરાવાયા છે.
આ પણ વાંચો: અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, જાણો તેમના વિશે

