Heavy rain in Surat સુરત જિલ્લામાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. સવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં 3 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
Heavy rain in Surat સલામત સ્થળાંતર: 1,117 લોકો સુરક્ષિત આશ્રયસ્થાનોમાં
વહીવટી તંત્રની ત્વરિત કાર્યવાહીને પગલે સાંજના 4:00 વાગ્યા સુધીમાં કુલ 1,117 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.
-
કામરેજ: ચીખલી ગામમાંથી 34 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
-
બારડોલી: કડોદ અને અસ્તાન સહિતના વિસ્તારોમાંથી 40 લોકોને ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા અને શેલ્ટર હોમ્સ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.
-
અન્ય: જરૂરિયાતમંદ નાગરિકોને તેમના સગાસંબંધીઓના ઘરે તેમજ સરકારી આશ્રયસ્થાનોમાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.
વહીવટી તંત્રનું સુદ્રઢ આયોજન: વર્ગ-1 અધિકારીઓને વિશેષ જવાબદારી
સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જાનમાલનું નુકસાન ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા ‘આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ’ હેઠળ સુરત ગ્રામ્યના વિવિધ તાલુકાઓમાં રાહત-બચાવ કામગીરીના દેખરેખ માટે વર્ગ-1 કક્ષાના અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ સતત ક્ષેત્રમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ પહોંચાડાયું ‘લાઈવ હાર્ટ’, માત્ર ગણતરીની મિનિટોમાં બચ્યો જીવ!

