Plastic Polymer Currency ભારતીય ચલણમાં ટૂંક સમયમાં એક મોટો બદલાવ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે 10 અને 20 રૂપિયાની મૂલ્યવર્ગની પોલિમર બેંક નોટ [Polymer Bank Notes] ના ફિલ્ડ ટ્રાયલને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે [Nirmala Sitharaman] મંગળવારે રાજ્યસભામાં એક લેખિત જવાબ દરમિયાન આ મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.
Plastic Polymer Currency શું છે સરકાર અને RBI ની યોજના?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા [RBI] દ્વારા 10 અને 20 રૂપિયાની 100-100 કરોડ પોલિમર (એટલે કે પ્લાસ્ટિક) નોટોના ફિલ્ડ ટ્રાયલ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે, જેનાથી હવે બજારમાં પ્લાસ્ટિકની આ નવી નોટોનું પરીક્ષણ શરૂ થશે.
ટ્રાયલ સફળ થયા પછી
જો આ ફિલ્ડ ટ્રાયલ સફળ રહેશે, તો ભવિષ્યમાં 10 અને 20 રૂપિયાની પોલિમર નોટો નિયમિતપણે ચલણમાં જાહેર કરવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ પોલિમર નોટો હાલની પરંપરાગત કાગળની બનેલી નોટોની સાથે જ બજારમાં જારી કરવામાં આવશે. પ્લાસ્ટિક કે પોલિમર નોટો કાગળની નોટો કરતાં વધુ ટકાઉ અને લાંબું આયુષ્ય ધરાવતી હોય છે.
નોંધનીય છે કેરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા [RBI] દ્વારા 10 અને 20 રૂપિયાની 100-100 કરોડ પોલિમર (એટલે કે પ્લાસ્ટિક) નોટોના ફિલ્ડ ટ્રાયલ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે, જેનાથી હવે બજારમાં પ્લાસ્ટિકની આ નવી નોટોનું પરીક્ષણ શરૂ થશે.

