બાળકોના આધાર કાર્ડમાં 5 અને 15 વર્ષે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત, 30 સપ્ટેમ્બર 2027 સુધી મફત સુવિધા

Child Aadhaar Update બાળકોના આધાર કાર્ડને લઈને UIDAI દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. નિયમ મુજબ બાળક 5 અને 15 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે. આ પ્રક્રિયામાં ફિંગરપ્રિન્ટ, આંખની કીકી (આઈરિસ) અને ફોટો અપડેટ કરવામાં આવે છે.વાલીઓ માટે રાહતની વાત એ છે કે 5થી 17 વર્ષનાં બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટની સુવિધા 30 સપ્ટેમ્બર 2027 સુધી નિઃશુલ્ક રાખવામાં આવી છે.

Child Aadhaar Update 5 વર્ષની ઉંમરે પ્રથમ બાયોમેટ્રિક અપડેટ

પાંચ વર્ષથી નાનાં બાળકોનું આધાર નોંધણી વખતે ફિંગરપ્રિન્ટ અને આઈરિસ લેવામાં આવતાં નથી. સામાન્ય રીતે ફોટો અને અન્ય જરૂરી વિગતો સાથે બાળ આધાર બનાવવામાં આવે છે.

બાળક પાંચ વર્ષનું થાય ત્યારે પ્રથમ ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડે છે. આ સમયે ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને નવો ફોટો લેવામાં આવે છે.

15 વર્ષની ઉંમરે બીજી વખત અપડેટ જરૂરી

બાળક 15 વર્ષનું થાય ત્યારે બીજી વખત બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે. ઉંમર વધવાની સાથે શારીરિક ફેરફારો થાય છે. તેથી જૂના બાયોમેટ્રિક રેકોર્ડને બદલે નવી વિગતો નોંધવામાં આવે છે.

આ અપડેટથી આધાર આધારિત ઓળખની પ્રક્રિયા સરળ બને છે. ખાસ કરીને શાળા, કોલેજ, પરીક્ષા અને સરકારી યોજનાઓમાં વેરિફિકેશન વખતે મુશ્કેલી ટાળી શકાય છે.

30 સપ્ટેમ્બર 2027 સુધી સંપૂર્ણ મફત

UIDAIની સત્તાવાર વેબસાઇટ મુજબ 5થી 17 વર્ષનાં બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ 30 સપ્ટેમ્બર 2027 સુધી મફત છે.

બાળકની ઉંમર અપડેટ ફી
5થી 7 વર્ષ પ્રથમ બાયોમેટ્રિક અપડેટ મફત
7થી 15 વર્ષ બાકી રહેલું અપડેટ મફત, 30 સપ્ટેમ્બર 2027 સુધી
15થી 17 વર્ષ બીજું બાયોમેટ્રિક અપડેટ મફત

આધાર અપડેટ ક્યાં અને કેવી રીતે કરાવવું?

વાલીઓએ બાળકને લઈને નજીકના આધાર સેવા કેન્દ્ર અથવા અધિકૃત આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે. આ પ્રક્રિયા માટે બાળકનો આધાર નંબર સાથે રાખવો જરૂરી છે.કેન્દ્ર પર બાળકનાં ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને નવો ફોટો લેવામાં આવશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અપડેટની રસીદ મેળવી લેવી.આધાર કેન્દ્ર શોધવા માટે UIDAIની વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે. વધુ માહિતી માટે 1947 હેલ્પલાઇન પર સંપર્ક કરી શકાય છે.

 

 

Bhupendra Patel Tribal Outreach: દાહોદમાં આદિવાસી પરિવારો વચ્ચે પહોંચ્યા મુખ્યમંત્રી, ઘરે જમીને જાણ્યા પ્રશ્નો