GHQ Rawalpindi Attack પાકિસ્તાનના સૈન્ય મુખ્યમથકમાંથી એક અત્યંત સનસનાટીભર્યા અને મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના રાવલપિંડી [Rawalpindi] માં આવેલ આર્મીના જનરલ હેડક્વાર્ટર (GHQ) ના મુખ્ય દરવાજાની બહાર ભીષણ ગોળીબારની ઘટના બની છે. ભારે હથિયારોથી સજ્જ એક હુમલાખોરે અચાનક એન્ટ્રી ચેકપોઇન્ટ પર હુમલો કરી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. આ આત્મઘાતી હુમલાના પ્રયાસમાં એક પાકિસ્તાની સૈનિકનું મોત થયું છે જ્યારે સુરક્ષા રક્ષકોની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો છે.
કેવી રીતે બની ઘટના અને શું છે નુકસાન? (GHQ Rawalpindi Attack Details)
મંગળવારે સવારના વ્યસ્ત સમય દરમિયાન હુમલાખોર GHQ ના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો હતો અને અચાનક ચેકપોઇન્ટ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
સૈનિક મોતઅને ઘાયલો:
ઓટોમેટિક હથિયારોથી થયેલા આ તીવ્ર ગોળીબાર દરમિયાન ફરજ પરના એક પાકિસ્તાની સૈનિકનું મોત થયું છે, જ્યારે અન્ય બે સુરક્ષા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે જેને મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હુમલાખોર ઠાર: સુરક્ષા દળોએ તરત જ વળતો પ્રહાર કરીને હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર માર્યો, જેના કારણે તે અત્યંત સંવેદનશીલ GHQ સંકુલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. પ્રાથમિક તપાસ અને ઘટનાસ્થળેથી મળેલી સામગ્રી પરથી ખુલાસો થયો છે કે હુમલાખોર પાસે વિસ્ફોટકો હતા અને તે મોટા પાયે આત્મઘાતી હુમલો [Suicide Attack] કરવાની ફિરાકમાં હતો.
સઘન સર્ચ ઓપરેશન અને સુરક્ષા વધારી દેવાઈ
આ ઘટના બાદ તરત જ ચુનંદા આતંકવાદ વિરોધી એકમો, વિશેષ દળો અને સૈન્ય ટુકડીઓએ સમગ્ર GHQ ઝોન અને આસપાસના રસ્તાઓને ચારેય બાજુથી ઘેરી લીધા છે. રાવલપિંડી ગેરીસન વિસ્તારમાં મોટા પાયે સર્ચ અને ક્લિયરન્સ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સંભવિત સાથીઓની શોધ માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘર-ઘર તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ રસ્તાઓ પર વધારાની ચોકીઓ બનાવીને ટ્રાફિક પર કડક નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

