બજારમાં આવશે પ્લાસ્ટિકની નવી નોટો: 10 અને 20ની પોલિમર નોટને સરકારની મંજૂરી

Plastic Polymer Currency

Plastic Polymer Currency  ભારતીય ચલણમાં ટૂંક સમયમાં એક મોટો બદલાવ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે 10 અને 20 રૂપિયાની મૂલ્યવર્ગની પોલિમર બેંક નોટ [Polymer Bank Notes] ના ફિલ્ડ ટ્રાયલને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે [Nirmala Sitharaman] મંગળવારે રાજ્યસભામાં એક લેખિત જવાબ દરમિયાન આ મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.

Plastic Polymer Currency  શું છે સરકાર અને RBI ની યોજના? 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા [RBI] દ્વારા 10 અને 20 રૂપિયાની 100-100 કરોડ પોલિમર (એટલે કે પ્લાસ્ટિક) નોટોના ફિલ્ડ ટ્રાયલ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે, જેનાથી હવે બજારમાં પ્લાસ્ટિકની આ નવી નોટોનું પરીક્ષણ શરૂ થશે.

ટ્રાયલ સફળ થયા પછી

જો આ ફિલ્ડ ટ્રાયલ સફળ રહેશે, તો ભવિષ્યમાં 10 અને 20 રૂપિયાની પોલિમર નોટો નિયમિતપણે ચલણમાં જાહેર કરવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ પોલિમર નોટો હાલની પરંપરાગત કાગળની બનેલી નોટોની સાથે જ બજારમાં જારી કરવામાં આવશે. પ્લાસ્ટિક કે પોલિમર નોટો કાગળની નોટો કરતાં વધુ ટકાઉ અને લાંબું આયુષ્ય ધરાવતી હોય છે.

નોંધનીય છે કેરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા [RBI] દ્વારા 10 અને 20 રૂપિયાની 100-100 કરોડ પોલિમર (એટલે કે પ્લાસ્ટિક) નોટોના ફિલ્ડ ટ્રાયલ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે, જેનાથી હવે બજારમાં પ્લાસ્ટિકની આ નવી નોટોનું પરીક્ષણ શરૂ થશે.

‘ગજિની’ અને ‘લગાન’ ફેમ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન, બ્લડ કેન્સર સામે હારી ગયા જંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *