વડોદરામાં ભારે વરસાદ વચ્ચે પાણી ભરેલા ખાડામાં ખાબકી મા-દીકરી, સીસીટીવી વાયરલ

Vadodara Padra Road Accident

Vadodara Padra Road Accident છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોને રાહત આપતા મેઘરાજાએ બે દિવસથી રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, અને ગુજરાતભરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 240 તાલુકાઓમાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. આજે વિઘ્નહર્તાના આગમન વચ્ચે મેઘરાજાએ પણ હાજરી પુરાવી છે. આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વે સવારથી અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ચારેકોર પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે.

Vadodara Padra Road Accident :પાણી ભરેલા ખાડામાં અચાનક ગરકાવ 

વડોદરામાં અનરાધાર વરસાદે દશા બગાડી છે અને ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. આ વચ્ચે પાદરાના જાશપુર રોડ પર એક મોટો બનાવ બન્યો હતો, જ્યાં તંત્રની લાપરવાહીના કારણે એક મહિલા અને એક બાળકીનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. સવારના સમયે માતા અને દીકરી આ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી નીચેનો મોટો ખાડો દેખાયો નહીં અને બંને અચાનક તે ખાડામાં ખાબક્યાં હતા.

સ્થાનિક લોકોએ બચાવ્યો જીવ

બાળકી અને મહિલા પાણીમાં ડૂબવા લાગતા તેમણે ચીસો પાડી હતી, જેથી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સમયસર બચાવ કામગીરી હાથ ધરીને બંને મા-દીકરીને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે પાણી ભરાયેલા રસ્તા પર ખાડો ન દેખાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચોમાસા અગાઉ આવા જોખમી ખાડા પૂરવા જરૂરી છે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન મૂકવાને કારણે નાગરિકોના જીવ જોખમાઈ રહ્યા છે.

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ: છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી, વલસાડમાં સૌથી વધુ ખાબક્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *