બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, પ્રદેશ કોંગ્રેસે આખું જિલ્લા માળખું કર્યું રદ

Gujarat Congress Internal Conflict

Gujarat Congress Internal Conflict ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર વિવાદનો વંટોળ ઊભો થયો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની જાહેર થયેલી કારોબારી યાદી બાદ પ્રદેશ કોંગ્રેસે જિલ્લા પ્રમુખ દ્વારા જાહેર થયેલી આ યાદી રદ કરવાની જાહેરાત કરી છે, જેના કારણે કોંગ્રેસના આંતરિક ડંખાઓ ફરી એકવાર ખુલ્લેઆમ સપાટી પર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા જિલ્લા કારોબારીની જાહેરાત કરવામાં આવતા જ રાજકીય ગરમાવો આવી ગયો હતો.કોંગ્રેસના આઘારભૂત સૂત્રોએ જણાવ્યું  છે કે પાર્ટીમાં વિખવાદ ચરમસીમાં પર છે.

Gujarat Congress Internal Conflict : પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ આમને-સામને

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂક કરતી યાદી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતાની સાથે જ પક્ષની અંદર જ વિવાદ શરૂ થયો હતો. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિજય દવેના હસ્તાક્ષરથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગત 11 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ યાદીને પ્રદેશ સમિતિની કોઈ જ મંજૂરી મળી નહોતી. પ્રદેશ પરામર્શ વગર જ જાહેર કરાયેલી આ યાદીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

નવી નિમણૂકો અને આગામી પ્રક્રિયા

એક તરફ નવનિયુક્ત પ્રદેશ પ્રભારી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન પક્ષના કાર્યકર્તાઓને એક થઈને લડવા અને જનતાના પ્રશ્નો ઉઠાવવા આહ્વાન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રદેશ અને જિલ્લા સંગઠન આમને-સામને આવી ગયા છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો અલગ પાડવામાં આવ્યા હોવાના કારણે આ અંગેની સત્તાવાર નિમણૂક પ્રક્રિયા આગામી સમયમાં યોગ્ય પરામર્શ બાદ પૂર્ણ કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની જાહેર થયેલી કારોબારી યાદી બાદ પ્રદેશ કોંગ્રેસે જિલ્લા પ્રમુખ દ્વારા જાહેર થયેલી આ યાદી રદ કરવાની જાહેરાત કરી છે, જેના કારણે કોંગ્રેસના આંતરિક ડંખાઓ ફરી એકવાર ખુલ્લેઆમ સપાટી પર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા જિલ્લા કારોબારીની જાહેરાત કરવામાં આવતા જ રાજકીય ગરમાવો આવી ગયો હતો.

વડોદરામાં તંત્રની બેદરકારી: પાદરા-જાસપુર પાસે ડ્રેનેજ લાઈનના ખાડામાં દાદી-પૌત્રી ખાબક્યા, સીસીટીવી વાયરલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *