અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને 6 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ: વાયરલ સીસીટીવી વીડિયોથી શિક્ષણ જગતમાં ચકચાર

Ahmedabad CN Vidyalaya Teacher Suspended

Ahmedabad CN Vidyalaya Teacher Suspended: અમદાવાદ શહેરની જાણીતી શેઠ સી.એન. વિદ્યાલયમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના એક શિક્ષક દ્વારા ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વર્ગખંડમાં સરેઆમ 6 લાફા ઝીંકી દેવામાં આવ્યા હતા. આ અમાનવીય કૃત્યનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વાલીઓ અને નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ અને વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા આખરે શાળા સંચાલકોએ કડક પગલાં લઈને આરોપી શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીને સસ્પેન્ડ કરી દીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ગત 14 ઓક્ટોબરના રોજ બની હતી. વર્ગખંડમાં પહેલી હરોળમાં બેઠેલા એક વિદ્યાર્થીને શિક્ષક ઘનશ્યામસિંહ દ્વારા અચાનક ધડાધડ 6 લાફા મારી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને વર્ગખંડની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ ઘરે પહોંચીને પોતાના માતા-પિતાને સમગ્ર આપવીતી જણાવી હતી, જેના પગલે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ની કચેરીએ પહોંચીને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Ahmedabad CN Vidyalaya Teacher Suspended: DEO ની સૂચના બાદ તપાસ શરૂ અને કમિટીની રચના

વાલીઓની રજૂઆત બાદ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ ગંભીર નોંધ લઈને શાળાને નોટિસ ફટકારી આચાર્ય પાસે ખુલાસો માંગ્યો હતો તેમજ શિક્ષણ નિરીક્ષકને સ્થળ તપાસ કરવા આદેશ આપ્યો હતો. બીજી તરફ, શાળા દ્વારા આ મામલે તપાસ કરવા માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે અને શિક્ષકને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જ્યાં સુધી આંતરિક તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી શિક્ષક ઘનશ્યામસિંહ ડાભી સસ્પેન્ડ રહેશે. શિક્ષણ વિભાગના અંતિમ રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો  હવે સરકારી દાખલા પર સિક્કો કરાવવા કચેરીએ જવું નહીં પડે: ડિજિટલ પ્રમાણપત્રો પર જ મળશે ઓફિશિયલ રાઉન્ડ સીલ!