Attack on Donald Trump: અમેરિકાના વોશિંગ્ટનમાં [Washington] આયોજિત હાઈ-પ્રોફાઇલ ‘કોરસપોન્ડન્ટ ડિનર’ [Correspondents’ Dinner] લોહીયાળ બનતા રહી ગયું છે. વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં [Washington Hilton Hotel] જ્યારે ૨૬૦૦ થી વધુ દિગ્ગજ મહેમાનો હાજર હતા, ત્યારે અચાનક થયેલા ફાયરિંગથી [Firing] સમગ્ર હોલમાં નાસભાગ મચી ગઈ હતી. સિક્રેટ સર્વિસના [Secret Service] એજન્ટોએ ત્વરિત કાર્યવાહી કરી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને [Donald Trump] ટેબલ નીચે છુપાવી દીધા હતા અને ત્યારબાદ તેમને અત્યંત સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
#presidentialaddress Close up video of another assassination attempt on Donald Trump pic.twitter.com/5EtWKxgp9w
— mirza (@KaranpunjsS) April 26, 2026
ગોળીબાર અને સુરક્ષા એજન્સીઓનું એક્શન (Attack on Donald Trump)
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં ગોળીબારના સ્પષ્ટ અવાજો અને લોકોની ચીસાચીસ સાંભળી શકાય છે. ફાયરિંગ થતાની સાથે જ હોટલ સ્ટાફ અને મહેમાનો જીવ બચાવવા ટેબલ નીચે દબાઈ ગયા હતા. સિક્રેટ સર્વિસે SOS લાઈટ્સ દ્વારા ચેતવણી આપી જેડી વેન્સ [JD Vance] અને માર્કો રુબિયો [Marco Rubio] જેવા નેતાઓને જમીન પર સૂઈ જવા સૂચના આપી હતી. ગણતરીની મિનિટોમાં જ સુરક્ષા દળોએ હુમલાખોરને હથિયાર સાથે દબોચી લીધો હતો.
હુમલાખોર હોટેલના રૂમ સુધી કેવી રીતે પહોંચ્યો? (Security Breach and Investigation)
રોઇટર્સના [Reuters] અહેવાલ મુજબ, હુમલાખોરે ડિનર હોલની ઉપરના રૂમમાંથી અંદાજે ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આટલા કડક સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં હુમલાખોર હથિયાર સાથે હોટેલના રૂમ સુધી કેવી રીતે પહોંચ્યો, તે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં એફબીઆઈ [FBI] અને સ્થાનિક પોલીસ દ્વારા હુમલાખોરના ઈરાદા અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ટ્રમ્પે સિક્રેટ સર્વિસની બહાદુરીના વખાણ કરી ૩૦ દિવસમાં ફરી આ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: સુરત: યુવતીની છેડતી અને પોલીસ રિકન્સ્ટ્રક્શન બાદ માહોલ તંગ

