મહેસાણા અર્બન બેંક નોકરી શોધી રહેલા લોકો યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે! મહેસાણા અર્બન બેંકે વિવિધ પોસ્ટ માટે ભરતીનો નોટિફિકેશન બહાર પાડ્યો છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. 3 ઓક્ટોબર 2024થી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જો તમને નોકરીની શોધમાં છો તો આ એક ઉત્તમ તક છે
મહેસાણા અર્બન બેંક ભરતીની મહત્વપૂર્ણ માહિતી
- સંસ્થા: મહેસાણા અર્બન બેંક
- પોસ્ટ: CEO, GM
- જગ્યા: 3
- અરજી ફી: ₹ 500
- એપ્લિકેશન મોડ: ઓનલાઇન
- અરજી કરવાની છેલ્લી તારીખ: 15 ઓક્ટોબર 2024
- વેબસાઈટ: https://www.mucbank.com/mucb/career
મહેસાણા અર્બન બેંકમાં પોસ્ટ અને જગ્યા
- ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર: 1
- જનરલ મેનેજર (ક્રેડિટ): 1
- જનરલ મેનેજર (ઓપરેશનલ): 1
શૈક્ષણિક લાયકાત
ભરતી માટે વિવિધ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાતો જરૂર છે. વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવું મહત્વપૂર્ણ છે.
વય મર્યાદા અને પગાર ધોરણ
- CEO માટે: 35 થી 60 વર્ષ
- જનરલ મેનેજર માટે: 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ
- પગાર: સંસ્થાના ધારા મુજબ
અરજી ફી
અરજી કરવાની ફરજિયાત ફી ₹ 500 છે.
કેવી રીતે અરજી કરવી?
- મહેસાણા અર્બન બેંકની વેબસાઈટ પર જાઓ: https://www.mucbank.com/mucb/
- “Career” વિભાગમાં જાઓ.
- ફોર્મ અને ફોટો અપલોડ કરવાનું વિકલ્પ પસંદ કરો.
- જરૂરી માહિતી ભરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિન્ટ નીકાળીને તમારી પાસે રાખો
આ પણ વાંચો – નવરાત્રીમાં ગુનેગારોની હવે ખેર નહીં, અમદાવાદમાં 200+ AI કેમેરા તૈનાત!