‘ગોમતીપુરનો અવાજ એટલે ઇકબાલ શેખ’: લોકલાડીલા નેતાને જીતાડવા પ્રજા કામે લાગી!

Gomtipur Iqbal Sheikh

Gomtipur Iqbal Sheikh : આગામી સ્થાનિક ચૂંટણીઓમાં ગોમતીપુર વિસ્તારનો રાજકીય માહોલ એક તરફી બની રહ્યો હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે. ગોમતીપુરમાં ઇકબાલ શેખની લોકચાહના એટલી જબરદસ્ત છે કે વિસ્તારના લોકો તેમના કામના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. માત્ર કોઈ એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત ન રહેતા, ગોમતીપુર વિસ્તારના તમામ ધર્મના લોકો તેમને હૃદયપૂર્વક પસંદ કરે છે અને તેમને ભારે જનસમર્થન આપી રહ્યા છે.

Gomtipur Iqbal Sheikh : હંમેશા પ્રજાની સેવામાં હાજર

ઇકબાલ શેખની ઓળખ વિસ્તારમાં એક રાજકીય નેતા કરતા એક સાચા જનસેવક તરીકે વધુ પ્રસ્થાપિત થઈ છે. વિસ્તારના નાગરિકોના નાનામાં નાના કામ કે સમસ્યાઓ ઉકેલવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે. દિવસ હોય કે રાત, પ્રજાની સેવા માટે તેમના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. તેમના આવા નૈતિક અને કર્મનિષ્ઠ સ્વભાવના કારણે જ ગોમતીપુરની પ્રજા તેમને આગામી ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવા માટે અત્યંત ઉત્સાહિત જોવા મળી રહી છે.

 

યતીમ દીકરીઓના પિતા અને સૌના ભાઈ

આજે પણ ગોમતીપુરમાં કોઈ પણ પરિવાર પર મુશ્કેલી આવે ત્યારે ઇકબાલ શેખ પડછાયાની જેમ તેમની સાથે ઊભા રહે છે. વિસ્તારના લોકોનું કહેવું છે કે, ઇકબાલભાઈ કોઈના દીકરા બનીને તો કોઈના ભાઈ બનીને ખરા અર્થમાં સમાજ સેવા કરી રહ્યા છે. એટલું જ નહીં, યતીમ અને ગરીબ દીકરીઓના પિતા બનીને તેમના લગ્ન કરાવવા કે તેમને મદદ કરવાનો કોઈ પણ મોકો ઇકબાલ શેખ ક્યારેય ચૂકતા નથી. તેમના આ જ અવિરત સેવાકીય કાર્યોએ તેમને ગોમતીપુરના દરેક ઘરમાં એક પારિવારિક સભ્ય જેવું ઉચ્ચ સ્થાન અપાવ્યું છે.

જીતના સૌથી પ્રબળ દાવેદાર

તેમના નિઃસ્વાર્થ સેવા કાર્યો અને લોકો સાથેના આત્મીય જોડાણને કારણે જ આજે ગોમતીપુરની પ્રજાએ સ્વયંભૂ એક નારો આપ્યો છે- “ગોમતીપુરની અવાઝ એટલે ઇકબાલ શેખ!” લોકોના મનમાં એક જ વાત સ્પષ્ટ છે કે અમારા પ્રશ્નોને વાચા આપનાર એકમાત્ર નેતા ઇકબાલભાઈ જ છે. પ્રજાના આ પ્રચંડ સમર્થન અને જમીની સ્તરની લોકચાહનાને જોતા એ વાતમાં કોઈ બેમત નથી કે આ ચૂંટણી જંગમાં જીતના સૌથી પ્રબળ અને મજબૂત દાવેદાર તરીકે ઇકબાલ શેખ જ ઉભરી આવ્યા છે.

આ પણ વાંચો:  ગોમતીપુરના ઇકબાલ શેખને ચૂંટણી પ્રચારમાં હિન્દુ-મુસ્લિમ મતદારો આપી રહ્યા છે ભવ્ય આવકાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *