Mahemdavad Home Guards Corruption ખેડા જિલ્લાના મહેમદાવાદ હોમગાર્ડઝ યુનિટમાં ઓફિસર કમાન્ડિંગની મનમાની અને કથિત ભ્રષ્ટાચાર સહિત ભેદભાવ અને ખોટી રીતે હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે.. મહેમદાવાદ હોમગાર્ડઝના આશરે ૩૫ થી વઘુ સભ્યોએ ભેગા મળીને જિલ્લા પોલીસ વડા (નડિયાદ) ને એક લેખિત ફરિયાદ અને વિનંતી પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં વર્તમાન ઓફિસર કમાન્ડિંગ કનુભાઈ યુ. ચૌહાણ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને સભ્યોને હેરાન કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
Mahemdavad Home Guards Corruption અક્ષમતા અને ધમકીના ગંભીર આક્ષેપો
હોમગાર્ડઝ સભ્યોનો આરોપ છે કે કનુભાઈ ચૌહાણ શારીરિક રીતે અસક્ષમ છે, મગજના રોગથી પીડાય છે અને તેમને ફરજની ફાળવણી કે બિલ બનાવતા પણ આવડતું નઆડાથી.તેવા આરોપ લગાવવામાં આવ્યાછે.આ ઉપરાંત સભ્યોએ જિલ્લા કમાન્ડન્ટને પણ જાણ કરી હતી પણ તેમણે પણ આંખ આડા કાન કરી દીધા.નાછૂટકે ઉચ્ચસતરીય રજૂઆત કરવામાં આવી છે.

Mahemdavad Home Guards Corruption ખોટી હાજરી અને લાખો રૂપિયાનું કૌભાંડનોઆક્ષેપ
ફરિયાદમાં સૌથી મોટો આક્ષેપ ભ્રષ્ટાચારનો છે. પત્ર મુજબ, કમાન્ડિંગ ઓફિસર પોતાના ૬ માનીતા સભ્યોની ખોટી હાજરી પૂરે છે અને તેમને સરળ જગ્યાએ ફરજ આપે છે. આ માનીતા સભ્યોના નામે મહિનામાં ૩ થી ૪ દિવસની વધારાની ખોટી હાજરી બતાવીને મહિને હજરો નાણાં સગેવગે કરવાનું કૌભાંડ પણ કરે છે તેવો આરોપ પણ લગાવ્યો છે
ભેદભાવ અને ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા
પત્રમાં જણાવાયું છે કે કમાન્ડિંગ ઓફિસર દ્વારા મુસ્લિમ સભ્યો સાથે ભેદભાવ રાખવામાં આવે છે, તેમને યોગ્ય ફરજ ફાળવવામાં આવતી નથી અને વારંવાર નોટિસો આપી દૂરની નોકરીએ મોકલી દેવાય છે. અગાઉ ૨ ઓક્ટોબરે જિલ્લા કમાન્ડન્ટ પ્રણવ સાગરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ૪ ઓક્ટોબરે તેમણે કોઈપણ હોમગાર્ડઝની રજૂઆત સાંભળ્યા વગર જ સભ્યોને ફરજ પર મોકલી દીધા હતા. હોમગાર્ડઝ જવાનોની મુખ્ય માંગ છે કે અક્ષમ કનુભાઈ ચૌહાણને હટાવીને તેમના સ્થાને સક્ષમ કંપની કમાન્ડર ને ચાર્જ સોંપવામાં આવે તેવી માંગ કરાઇ છે.
સુરેન્દ્રનગર ગેંગરેપ: શુદ્ધિકરણના નામે પતિએ જ પત્નીનું દુષ્કર્મ કરાવ્યું

