‘ધૂમ 4’માં રણબીર કપૂરની એન્ટ્રી, વર્ષ 2025માં ફ્લોર પર જશે ફિલ્મ

આદિત્ય ચોપરા તેની શ્રેષ્ઠ ફ્રેન્ચાઈઝી ‘ધૂમ 4’માં કોઈ કસર છોડવા માંગતો નથી. આ માટે તે સતત ખર્ચ પર ભાર આપી રહ્યો છે. આ ફ્રેન્ચાઈઝીમાં વિલનની મુખ્ય ભૂમિકા છે. એટલા માટે વિલન પર ઘણી મહેનત કરવામાં આવી રહી છે. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે ધૂમ 4 માટે શાહરૂખ અને સલમાન સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ તેમાં કોઈ સત્ય બહાર આવ્યું ન હતું, ત્યારબાદ હવે ફિલ્મમાં રણબીર કપૂરની એન્ટ્રીને લઈને વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

  ધૂમ 4  – રણબીર કૂપર અગાઉ એનિમલમાં જોવા મળ્યો હતો, જે આ વર્ષની સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ સિવાય રણબીર કૂપરે ‘રોકસ્ટાર’ અને ‘બરફી’માં પણ શાનદાર અભિનય કર્યો હતો, જેને લોકોએ પસંદ કર્યો હતો.આદિત્ય ચોપરાએ વર્ષ 2004માં ‘ધૂમ’ ફ્રેન્ચાઈઝીની શરૂઆત કરી હતી. જેમાં તેણે જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાને કાસ્ટ કર્યા હતા. તે ફિલ્મ સંજય ગઢવી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી જે સુપરહિટ સાબિત થઈ હતી. ધૂમ હિટ થયા પછી, 2006માં ધૂમ-2 રિલીઝ થઈ અને પછી 7 વર્ષ પછી ધૂમ-3 2013માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ. આ ફિલ્મમાં આમિર ખાનની એક્ટિંગે બધાને ચોંકાવી દીધા હતા.

રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ મેકર્સ અને રણબીર વચ્ચે ધૂમ 4ને લઈને સતત વાતચીત ચાલી રહી છે. અને રણબીરે પણ આ ફિલ્મ માટે પોતાની સંમતિ આપી દીધી છે. આ ફિલ્મમાં રણબીર વિલન તરીકે જોવા મળશે. ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે તૈયાર છે. આ ફિલ્મમાં કોઈ જૂનો એક્ટર જોવા મળશે નહીં. આ વખતે આ ફિલ્મમાં બધું જ નવું જોવા મળશે. આ ફિલ્મનો સ્ટાર પણ અભિષેક બચ્ચન નહીં હોય, જે છેલ્લી ત્રણ સિરીઝમાં પોલીસની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો –  બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *