BCCIએ 6 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સ્પીડ કિંગ મયંક યાદવને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટીમમાં તક મળી છે. તેની સાથે હૈદરાબાદના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ તક મળી છે. ઈશાન કિશન ટીમમાં પાછો ફર્યો નથી. જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સંજુ સેમસન સાથે તક મળી છે.
ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ રહેલા ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં મયંક યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. મયંક યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને પહેલીવાર ભારતીય ટીમમાં તક મળી છે. નીતિશ રેડ્ડીને IPL 2024 ના ઉભરતા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. મયંક યાદવે પોતાની ઝડપી બોલિંગથી તબાહી મચાવી હતી. આવી સ્થિતિમાં આ બંનેને IPLમાં તેમના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો છે. રુતુરાજ ગાયકવાડને ફરી એકવાર ટીમમાં સ્થાન મળ્યું નથી.
BCCIએ 6 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સ્પીડ કિંગ મયંક યાદવને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટીમમાં તક મળી છે. તેની સાથે હૈદરાબાદના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ તક મળી છે. ઈશાન કિશન ટીમમાં પાછો ફર્યો નથી. જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સંજુ સેમસન સાથે તક મળી છે.
બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમઃ
સૂર્યકુમાર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હરેશ સિંહ. , મયંક યાદવ.
આ પણ વાંચો – જય શાહે કરી મોટી જાહેરાત, IPLની આખી સિઝન રમવા માંગતા ક્રિકેટરોને મળશે આટલા કરોડ