સુરતના હીરા ઉદ્યોગમાં મંદી: રત્નકલાકારો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ

રત્નકલાકાર રાહત પેકેજ
રત્નકલાકાર રાહત પેકેજ- સુરત જેને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે, તેનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માર્ગે છે. આ મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે કેટલાકે જીવન ટૂંકાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રત્નકલાકારોના હિતમાં નિર્ણયો લેવાની જાહેરાત કરવામાં આવી હતી. શનિવારે રાજ્ય સરકારે આ મુજબ રત્નકલાકારો માટે વિવિધ સહાય યોજનાઓની જાહેરાત કરી.
રત્નકલાકાર રાહત પેકેજ – રાહત પેકેજની વિગતો
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલ, અને શિક્ષણ પ્રધાન પ્રફૂલ પાનસેરિયાએ આ યોજનાની જાહેરાત કરી. પેકેજ હેઠળ નીચેની સહાયનો સમાવેશ થાય છે:
  • શિક્ષણ ફીમાં રાહત: રત્નકલાકારોના સંતાનોની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13,500 રૂપિયા સુધીની રકમ માફ થશે, જે ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ટ્રાન્સફર થશે.
  • વીજ ડ્યુટીમાં રાહત: એક વર્ષ માટે વીજ ડ્યુટીમાં રાહત આપવામાં આવશે.
  • લોન વ્યાજ સહાય: 5 લાખ રૂપિયાની લોન પર 9%ના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય પૂરી પાડવામાં આવશે.
કોને મળશે લાભ?
આ રાહત યોજનાનો લાભ ફક્ત તે રત્નકલાકારોને મળશે જેમને:
  • 31 માર્ચ 2024થી કામ મળ્યું નથી અને તેમને કારખાનામાંથી છૂટા કરવામાં આવ્યા છે.
  • રત્નકલાકાર તરીકે સતત 3 વર્ષ સુધી કામ કર્યું હોય.

 

આ પણ વાંચો – પાકિસ્તાન માટે જાસૂસી કરતો એજન્ટ કચ્છથી પકડાયો,ATSએ કર્યા મોટા ખુલાસા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *