આજથી કોંગ્રેસના બે દિવસીય મહાઅધિવેશનનો થયો પ્રારંભ!

આજે ગુજરાતના અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું મહાઅધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. નોંધનીય છે કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકોમાં સામેલ થવા માટે હાજર રહી શકે છે. આ અધિવેશન માટે દેશભરથી 2000થી પણ વધારે માઠા કોંગ્રેસ નેતાઓ ગુજરાતમાં આવી પહોંચ્યા છે.

આજે સવારે 11 વાગ્યે આ બે દિવસીય અધિવેશનની શરૂઆત કરવામાં આવશે. કોંગ્રેસના “રાષ્ટ્રીય અધિવેશનના ભાગરૂપે અમદાવાદમાં કોંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિ એટલે કે CWCની બેઠકનું પણ આયોજન કરાયું છે.”નોંધનીય છે કે, આ અધિવેશન દરમિયાન અનેક મુદ્દાઓ પર ખુલ્લામંચે ચર્ચાઓ કરવામાં આવશે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે 5 વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે.

આ કોંગ્રેસન રાષ્ટ્રીય અધિવેશનને ‘ન્યાય પથ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ ટેગલાઈન પણ આપવામાં આવી છે. અમદાવાદમાં અનેક સ્થળોએ આ અધિવેશનના પોસ્ટરો લાગેલા જોવા મળ્યા છે.ગુજરાત સહિત 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી, વક્ફ (સંશોધન) બોર્ડ બિલ અંગે ચર્ચા, પ્રિયંકા ગાંધીને કોઈ મોટી જવાબદારી, રાષ્ટ્રીય કક્ષાએ ફરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવી વગેરે બાબતો પર આજે ચર્ચા થશે તેવું પાર્ટીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, બે દિવસીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે. જેથી કોંગ્રેસ પાર્ટીએ સાબરમતી રિવરફ્રન્ટ નહીં પરંતુ સાબરમતી તટ એવું નામ આપ્યું છે. અધિવેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજથી એટલે કે 11 વાગ્યાથી કોંગ્રેસનું મહાઅધિવેશન શરૂ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *