પાકિસ્તાનમાં અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ સિંધુ નદીમાં પડી ગઇ હતી મળતી માહિતી મુજબ, આ તમામ મુસાફરો એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે સરઘસમાં જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટના સ્થળેથી ઓછામાં ઓછા 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.મૃતદેહ વધવાની પૂરેપુરી સંભાવના છે.
કેવી રીતે થયો આ અકસ્માત?
‘ડોન’ અખબારે આપેલી માહિતી અનુસાર, જે બસ સાથે અકસ્માત થયો તે એસ્ટોરથી પંજાબના ચકવાલ જિલ્લા તરફ જઈ રહી હતી. જો કે માર્ગમાં બસ તેલચી પુલ પરથી સિંધુ નદીમાં પડી હતી. બસ સિંધુ નદીમાં પડી જતાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા અને એક મહિલા ઘાયલ થઈ હતી.
અન્ય લોકોની શોધ ચાલુ છે
આ ઘટના અંગે પોલીસે માહિતી આપી છે કે અકસ્માત સમયે બસમાં બેઠેલા તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. પાકિસ્તાનમાં અધિકૃત કાશ્મીરના પહાડી ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં બનેલી આ દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્થળ પર છે. બસમાં બેઠેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.પાકિસ્તાનમાં અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ સિંધુ નદીમાં પડી ગઇ હતી મળતી માહિતી મુજબ, આ તમામ મુસાફરો એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે સરઘસમાં જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટના સ્થળેથી ઓછામાં ઓછા 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.મૃતદેહ વધવાની પૂરેપુરી સંભાવના છે.
આ પણ વાંચો – ચીનમાં 62 વર્ષીય વૃદ્વે કારથી મચાવ્યો તાંડવ, અડફેટમાં લેતા 35 લોકોના મોત,43 ઘાયલ