Trump Angry Over Israeli Strike અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત ઐતિહાસિક શાંતિ કરારની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, ત્યારે જ ઈઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂત (Beirut) પર ભયંકર હવાઈ હુમલો કરીને વૈશ્વિક તણાવ વધારી દીધો છે. ઈઝરાયેલના આ આક્રમક પગલાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અત્યંત ગુસ્સે ભરાયા છે. ટ્રમ્પે ઈઝરાયેલી નેતૃત્વને કડક શબ્દોમાં ચેતવણી આપતા સ્પષ્ટ કહી દીધું છે કે, “બધું બગાડશો નહીં (Don’t ruin everything).” આ હુમલાને કારણે વર્ષો બાદ મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે થઈ રહેલા પાયાના પ્રયાસો જોખમમાં મુકાઈ ગયા છે.
Trump Angry Over Israeli Strike કરારના ૨૪ કલાક પહેલા જ ઈઝરાયેલે સીઝફાયરના લીરેલીરા ઉડાડ્યા
સત્તાવાર અહેવાલ મુજબ, અમેરિકા, પાકિસ્તાન અને ઓમાનની મધ્યસ્થીથી આગામી ૨૪ કલાકમાં યુએસ-ઈરાન શાંતિ ડીલ પર હસ્તાક્ષર થવાના હતા, જે અંતર્ગત હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પણ ખોલવાની હતી. પરંતુ તે જ સમયે ઈઝરાયેલી ફાઈટર જેટ્સે બેરૂતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી બોમ્બમારો કર્યો હતો. ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, જ્યારે અમેરિકા આખા વિસ્તારમાં કાયમી યુદ્ધવિરામ અને શાંતિ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યું છે, ત્યારે ઈઝરાયેલ દ્વારા આવો હુમલો કરવો તે સ્વીકાર્ય નથી.
તેહરાનની શંકા સાચી પડી: શાંતિ કરાર પર જોખમના વાદળો
ઈઝરાયેલના આ અણધાર્યા હુમલા બાદ ઈરાનનું વિદેશ મંત્રાલય ફરી એકવાર સાવચેત થઈ ગયું છે. તેહરાને પહેલા જ આ શાંતિ કરારની ટાઈમલાઈન અંગે શંકા વ્યક્ત કરી હતી કે પશ્ચિમી દેશો પર ભરોસો ન કરી શકાય. રાજકીય વિશ્લેષકોના મતે, ઈઝરાયેલ નથી ઈચ્છતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ પણ પ્રકારનો શાંતિ કરાર થાય કે ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટે. ડોનાલ્ડ ટ્રમ્પના આ આકરા વલણ બાદ હવે અમેરિકા ઈઝરાયેલની સૈન્ય મદદ પર કાપ મૂકે છે કે કેમ, તેના પર આખા વિશ્વની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો: ઓમાન નજીક ડૂબ્યું ભારતીય જહાજ વિરાટ-1, US નેવીએ 14 ભારતીયોને બચાવ્યા

