આણંદના આંકલાવમાં નવનિર્મિત ગંભીરા બ્રિજ તૈયાર: 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ!

Gambhira Bridge Project

Gambhira Bridge Project આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર રૂ. 212 કરોડના મસમોટા ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. વર્ષ 2025માં મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ ધરાશાયી થયા બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિવસ-રાત એક કરીને અત્યંત ટૂંકા ગાળામાં આ નવો બ્રિજ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી 20મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ મહત્વકાંક્ષી બ્રિજનું વિધિવત લોકાર્પણ કરશે, જેનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને અવરજવરમાં મોટી રાહત મળશે.

Gambhira Bridge Project : માત્ર 13 મહિનામાં તૈયાર થયો 

વિગતે વાત કરીએ તો, આ પ્રોજેક્ટ હેઠળ માર્ગ અને મકાન વિભાગે રેકોર્ડબ્રેક સમયમાં કામગીરી પૂર્ણ કરી છે. અંદાજે 854.5 મીટર લંબાઈ ધરાવતા આ નવા બ્રિજની મજબૂતાઈની ચકાસણી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે. બ્રિજની ગુણવત્તા અને લોડ બેરિંગ કેપેસિટી ચકાસવા માટે તંત્ર દ્વારા વિશેષ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન સર્જાય.

જૂના બ્રિજની દુર્ઘટના બાદ નાગરિકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નવા બ્રિજમાં અત્યાધુનિક ઇજનેરી ધોરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતી મહત્વની કડી બનશે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ આ બ્રિજ વાહનચાલકો માટે ધમધમતો થઈ જશે.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર રૂ. 212 કરોડના મસમોટા ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. વર્ષ 2025માં મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ ધરાશાયી થયા બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિવસ-રાત એક કરીને અત્યંત ટૂંકા ગાળામાં આ નવો બ્રિજ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી 20મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ મહત્વકાંક્ષી બ્રિજનું વિધિવત લોકાર્પણ કરશે, જેનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને અવરજવરમાં મોટી રાહત મળશે.

વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં યોજાયેલી ‘લાડુ સ્પર્ધા’ બની આકર્ષણનું કેન્દ્ર, 28 સ્પર્ધકો વચ્ચે જામ્યો રોમાંચક જંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *