ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મહોર વાગતાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર ગેજેટ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણય સાથે જ ગુજરાતમાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના સમાન અધિકારોનો માર્ગ મોકળો બન્યો છે.
ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) હેઠળ લગ્ન અને છૂટાછેડાના નિયમો
નોધનીય છે કે ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન 24 માર્ચ 2026ના રોજ આ મહત્વકાંક્ષી ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રાજ્યમાં તમામ ધર્મો માટે લગ્ન અને છૂટાછેડા માટે એક સમાન કાયદાકીય જોગવાઈઓ અમલી બનશે. જોકે, કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યના આદિવાસી સમુદાયને આ નવા કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.
(UCC) થી મહિલાઓને સમાન મિલકત અધિકાર
આ કાયદાની સૌથી મોટી અસર મિલકત વહેંચણી પર પડશે. નવા કાયદાથી સંપત્તિ અને ઉત્તરાધિકારના અધિકારોમાં હવે મહિલાઓને પુરુષોની સમાન જ હક મળશે. મિલકતમાં પુત્ર અને પુત્રી બંનેને સમાન વારસાગત અધિકાર આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, નવા નિયમો મુજબ રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે નોંધણી (registration) કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, લિવ-ઇન સંબંધો થકી જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં કાયદેસરનો હક પ્રાપ્ત થશે.ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મહોર વાગતાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર ગેજેટ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રાજ્યમાં તમામ ધર્મો માટે લગ્ન અને છૂટાછેડા માટે એક સમાન કાયદાકીય જોગવાઈઓ અમલી બનશે. જોકે, કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યના આદિવાસી સમુદાયને આ નવા કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.

