નેનપુરમાં નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર ધમધમતા ઈંટવાડા, ખેડૂતોની જમીન બરબાદ! તંત્ર મૌન!

Nenpur Illegal Brick Kilns 

Nenpur Illegal Brick Kilns  મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં સરકારી નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા હોવાની ગંભીર બાબત સામે આવી છે. નેનપુરથી મલાતજ રોડ પર માત્ર ૨ કિલોમીટરના ટૂંકા અંતરમાં જ અનેક ઈંટવાડાઓ કાર્યરત છે, જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (પોલ્યુશન બોર્ડ) ની કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ બેફામપણે ચલાવવામાં આવી હોવાના આક્ષેપ લાગી રહ્યા છે.નિયમ અનુસાર ખેતરની જમીન પર ઇંટવાડા ચલાવી શકતા નથી.તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

Nenpur Illegal Brick Kilns પરપ્રાંતીય માલિકોની દાદાગીરી અને ફળદ્રુપ જમીનો થઇ રહી છે નષ્ટ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઈંટવાડા ચલાવતા પરપ્રાંતીય માલિકો દ્વારા સ્થાનિક લોકો અને ખેડૂતો સાથે અત્યંત મનસ્વી અને દાદાગીરીભર્યું વર્તન કરવામાં આવે છે. આ માલિકો ખુલ્લેઆમ પૈસાનો રુઆબ બતાવીને ખેડૂતોની ફળદ્રુપ જમીન ભાડાપટ્ટે લઈ લે છે. એટલું જ નહીં, તેમની આ બેફામ પ્રવૃત્તિઓને કારણે આજુબાજુના અન્ય ખેતરોની ફળદ્રુપ જમીન પણ નષ્ટ થઈ રહી છે, જેનાથી સ્થાનિક ખેડૂતોને ભારે આર્થિક અને ખેતીલાયક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

નિયમોના ખુલ્લા ઉલ્લંઘન છતાં તંત્રની આ નિષ્ક્રિયતા

આ ગેરકાયદેસર ઈંટવાડાઓ અને તેનાથી પર્યાવરણને થઈ રહેલા નુકસાન અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને સંબંધિત અધિકારીઓ સંપૂર્ણપણે આંખ આડા કાન કરી રહ્યા છે. પર્યાવરણના નિયમોના ખુલ્લા ઉલ્લંઘન છતાં તંત્રની આ નિષ્ક્રિયતા અનેક સવાલો ઊભા કરી રહી છે. સત્વરે આ મામલે કડક તપાસ કરી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે.

 

વકીલોનું મહાઆંદોલન: ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યની તમામ અદાલતોમાં કામકાજ રહેશે ઠપ્પ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *